Blast in fireworks factory : ડીસા ફટાકડા ગોડાઉન વિસ્ફોટ: 21 મોતના જવાબદાર બાપ-દીકરાની ધરપકડ, ક્રાઈમ બ્રાંચ કરશે પૂછપરછ
Blast in fireworks factory : બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલા ભયાનક વિસ્ફોટમાં 21 નિર્દોષ લોકોના મૃત્યુ થયા બાદ હવે મુખ્ય આરોપી બાપ-દીકરાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દીપક અને ખુંબચંદ સિંધી નામના આ બે આરોપીઓને LCB કચેરીમાં રાખી કડક પૂછપરછ શરૂ કરી છે. આ કેસમાં પોલીસને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે, જેના આધારે મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહાયેલો હતો. વિસ્ફોટક સામગ્રી સાથે તંત્રની જાણ વગર જ ગોડાઉન ચાલી રહ્યું હતું. સુરક્ષાની ગાઇડલાઇનને નજરઅંદાજ કરીને ફટાકડાનું સંગ્રહ કરાતા ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ.
પોલીસે દીપક અને ખુંબચંદ સિંધી સામે IPCની કલમ 105, 110, 125(A)(B), 326 (G)(54) હેઠળ ગુનો નોંધ્યો છે. સાથે જ Explosive Act 9(B)(12) અને Explosive Substances Actની કલમ 3(B), 4, 5, 6 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.
હવે ક્રાઈમ બ્રાંચ આરોપીઓની સઘન પૂછપરછ કરશે અને વિસ્ફોટ માટે જવાબદાર અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલુ છે. સાથે જ અધિકારીઓ અને તંત્રની ભૂલોને લઈ જવાબદારી નિર્ધારિત કરાશે.