Board result 2025: ધોરણ 12 અને GUJCETનું પરિણામ આવતીકાલે સવારે, હવે વોટ્સએપ પર પણ જોઈ શકાશે!
Board result 2025: ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 12 અને GUJCET પરીક્ષાનું પરિણામ હવે આવતીકાલે, એટલે કે 5 મે, સવારે 10:30 વાગ્યે જાહેર થનાર છે. આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે. પરિણામની જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા બોર્ડની અધિકૃત વેબસાઈટ www.gseb.org પર કરવામાં આવશે.
તમારા પરિણામ માટે બસ આ 4 પગલાં ફોલો કરો:
વેબસાઈટ www.gseb.org પર જાઓ
“Result” વિભાગ પસંદ કરો
તમારું સીટ નંબર દાખલ કરો
Submit કરતાની સાથે તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે
મોબાઇલથી પણ સરળતાથી મેળવો પરિણામ
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને વધુ સગવડ માટે એક વિકલ્પ પણ અપાયો છે. વિદ્યાર્થીઓ પોતાનું સીટ નંબર વોટ્સએપ નંબર 6357300971 પર મોકલીને પણ તેમનું પરિણામ જાણી શકે છે.
કેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી?
ધોરણ 12 સામાન્ય પ્રવાહ:
નિયમિત વિદ્યાર્થીઓ: 3,64,859
રિપીટર: 22,652
આઇસોલેટેડ: 4,031
ખાનગી: 24,061
ખાનગી રિપીટર: 8,306
કુલ: 4,23,909 વિદ્યાર્થીઓ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ:
નિયમિત: 1,00,813
રિપીટર: 10,476
આઇસોલેટેડ: 95
કુલ: 1,11,384 વિદ્યાર્થીઓ
માર્કશીટ અને પ્રમાણપત્ર અંગેની માહિતી
વિદ્યાર્થીઓને પ્રાથમિક રીતે ઓનલાઈન પરિણામ મળશે, જ્યારે પ્રમાણપત્ર, માર્કશીટ અને અન્ય દસ્તાવેજો શાળાઓ મારફતે આગળ આપશે. ગુરુત્વપૂર્ણ પ્રક્રિયા જેમ કે ગુણચકાસણી, નામ સુધારા, રીચેકિંગ અને રિવેરીફિકેશન સંબંધિત પરિપત્ર થોડા દિવસોમાં જ જાહેર થવાની સંભાવના છે.
પાછલાં વર્ષોના પરિણામ જાહેર થવાની તારીખો
વર્ષ ધોરણ 10 ધોરણ 12
2019 28 મે 31 મે
2020 9 જૂન 16 જૂન
2021 માસ પ્રમોશન માસ પ્રમોશન
2022 4 જૂન 6 જૂન
2023 25 મે 2 મે (સાયન્સ)
2024 11 મે 9 મે