Bomb threat to Gujarat High Court: હાઈકોર્ટમાં ધમકીભર્યો ઈ-મેલ મળતા તણાવ, ડીવાયએસપી અધિકારીને સોંપાઈ જવાબદારી
Bomb threat to Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેલ મળતા હાઇકોર્ટમાં ભારે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ તાત્કાલિક કાર્યવાહી સાથે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને ઘટના સ્થળે મોકલ્યા છે. 6 ટીમોની સઘન તપાસ ચાલી રહી છે અને હાઈકોર્ટના તમામ પ્રવેશદ્વારો પર ચેકિંગ કડક કરવામાં આવી છે.
ધમકી મળતા કોર્ટ રિસેસ બાદ બંધ કરવામાં આવ્યો હતો અને વકીલોને પણ સ્થળ છોડવા કહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ DYSP કક્ષાના અધિકારીને નિયુક્ત કરીને SRPની બે કંપનીઓ તેમજ ટેક્નિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મુકવામાં આવ્યા છે. પોલીસ અને હાઈકોર્ટના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પણ બેઠક થઇ છે અને વધુ સાવચેતીના પગલાં લેવા નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર અને અમદાવાદમાંથી કુલ 6 બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ ટીમો સુરક્ષા ચેકિંગમાં લાગી છે અને અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
આ પહેલા પણ અમદાવાદમાં IPL ફાઈનલ વખતે એક શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેના કારણે પણ સુરક્ષા માટે પગલાં લેવામાં આવ્યા હતા.