રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરી દીધી છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે. જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત આરોગ્ય મંત્રી નિતિન પટેલે કરી હતી.
