વડોદરામાં શનિવારે રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેસર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા. મોડી રાત્રે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં ECG, 2D, acs 2z2 સહિતના રિપોર્ટ કરાયા હતા. જે નોર્મલ હતા. કોરોનાનો આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે આજે સવારે પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેઓને સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. તેઓની પરિસ્થિતિ હાલ સ્થિર છે. કોઈ ચિંતા વાળી વાત ન હોવાનું યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે.
આ પહેલા મુખ્યમંત્રી રૂપાણી 14 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં એક સભા સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી સભા ટૂંકાવી રવાના થયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રીની તબિયત સારી થઈ ગઈ હતી. વ્યસ્ત ચૂંટણી કાર્યક્રમના કારણે બીપી લૉ થઈ ગયું હતું. તેઓ એક પછી એક ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. જેને પગલે થાક અને તણાવના કારણે બીપી લૉ થયાની શક્યતા છે. યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓન્ઝર્વેશનમાં રાખવામાં આવશે. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તમને ચક્કર આવ્યા હતા.
