BZ Group: બી ઝેડ ગૃપને ઓફિસ ભાડે આપનાર વકીલ પરિવાર ગુમ
BZ Group હિંમતનગરના સહકારી જીન વિસ્તારમાં ભુપેન્દ્રસિંહ ઝાલાની બી ઝેડ ગૃપને ઓફિસ ભાડે આપનાર વકીલ અને તેમનો પરિવાર છેલ્લા કેટલાક દિવસથી દેખાતો નથી. જેથી હિંમતનગરમાં આ વકીલની ચર્ચાએ જોર પકડયુ છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ BZ Groupને ઓફિસ ભાડે આપનાર વકીલ કમલેશ ચૌહાણએ ગત લોકસભાની ચૂંટણી દરમિયાન ભુપેન્દ્રસિંહ ઝાલાનું સોંગદનામું કરીને નોટરી કરીને આપ્યુ હતુ. આ વકીલ તથા એજન્ટ નિકેશ અને ધવલ પણ બી ઝેડનું કામ કરતા હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી તેઓ આલીશાન મકાન અને મોંઘી કારમાં ફરી રહ્યા છે. પરંતુ હવે જયારે ભુપેન્દ્રસિંહ ઝાલા વિરૂધ્ધ સીઆઇડી ક્રાઇમે તપાસનો દોર શરૂ કર્યો છે.
ત્યારે હિંમતનગર સહિત સાબરકાંઠા, અરવલ્લી, રાજસ્થાન સહિતના અન્ય સ્થળે એજન્ટનું કામ કરતી ટોળકીના મોઢા પરથી નુર ઉડી ગયુ છે અને તેઓ જાહેરમાં પણ દેખાતા નથી. જેથી આગામી દિવસોમાં સીઆઇડી ક્રાઇમ તેમને પણ તપાસ માટે બોલાવે તો નવાઇ નહી.