Cable Signature Bridge: રાજકોટ માટે વિશિષ્ટ સિગ્નેચર બ્રિજની જાહેરાત
Cable Signature Bridge: રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા માટે હવે ખાસ પગલું ભરવામાં આવ્યું છે. કાલાવડ રોડ પાસે કટારિયા ચોકડી વિસ્તારમાં રાજ્યનો પહેલો જમીન પર Cable Signature Bridge બનવાનું છે. આ આઈકોનિક બ્રિજના નિર્માણ દરમ્યાન લોકોની અવરજવર સરળ રહે, તે માટે પાંચ વિકલ્પી માર્ગો નક્કી કરવામાં આવ્યા છે.
ડાયવર્ઝન રૂટ: મનપાની પૂર્વ તૈયારી
મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બાંધકામ દરમિયાન ટ્રાફિક વિક્ષેપ ટાળવા માટે પાંચ મુખ્ય ડાયવર્ઝન રૂટ નક્કી કરવામાં આવ્યા છે. દરેક રૂટ અલગ-અલગ દિશામાં ટ્રાફિકને ડાયવર્ટ કરશે જેથી વાહનચાલકોને અવરોધ ન થાય.
કાલાવડ તરફ જવા માટે વિકલ્પી માર્ગ
900 મીટર લાંબો અને 18 મીટર પહોળો માર્ગ બનાવવામાં આવ્યો છે.
રુટ: કાલાવડ રોડ, કોરાટવાળી મેઈન રોડ, ધ વાઈબવાળો રોડ, પંડિત દીનદયાળ આવાસ ,જીનિયસ સ્કૂલ , કાલાવડ રોડ
રાજકોટ તરફ પાછા આવવા માટે બીજો માર્ગ
1200 મીટર લાંબો અને 18 મીટર પહોળો રસ્તો
રુટ: કાલાવડ રોડ,સેરેનિટી ગાર્ડન રોડ , કોસ્મોપ્લેક્સ સિનેમા, 150 ફૂટ રિંગ રોડ ,એલિક્સિર રોડ, ગ્રીનફીલ્ડ ગાર્ડન રોડ, કાલાવડ રોડ
જામનગર તરફ અને જામનગરથી પાછા માટે ખાસ વ્યવસ્થા
નવા 150 ફૂટ રિંગ રોડ ગોંડલ ચોકડીથી જામનગર તરફ જવા માટે 1150 મીટર લાંબો માર્ગ
પાછા માટે 650 મીટર લાંબો વિકલ્પ ઉપલબ્ધ છે
બંને રૂટ પર મુખ્ય જોડાણો: પંડિત દીનદયાળ આવાસ, જીનિયસ સ્કૂલ, કોસ્મોપ્લેક્સ સિનેમા, એલિક્સિર રોડ, કાલાવડ રોડ
ભારે વાહનો માટે વિશેષ રૂટ તૈયાર
1600 મીટર લાંબો અને 24 મીટર પહોળો માર્ગ ભારી વાહનો માટે તૈયાર
રુટ: નવા 150 ફૂટ રિંગ રોડ, ધ રત્નવિલાસ પેરેલલ રોડ, કાલાવડ રોડ ,કણકોટ ચોકડી , વિરવિરુ તળાવ ચોક
ટ્રાફિક ઉકેલ માટે આવશ્યક પગલું
કાલાવડ રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર સતત ભારે વાહનોની અવરજવર રહે છે. મોરબી, કચ્છ અને જામનગર તરફ જતાં વાહનોના ધસારા કારણે કટારિયા ચોકડી પર બોટલનેક જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. એથી આવનારા સમયમાં Cable Signature Bridge રાજકોટના વાહન વ્યવહાર માટે ઐતિહાસિક અને લાભદાયક સાબિત થશે.