ગાંધીનગર: રાજયની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને સલામતીને લઇને CCTV કેમેરા લગાવવાનું ફરમાન કરાયું છે. જો સ્કૂલોમાં CCTV કેમેરા નહી હોય તો સ્કૂલની માન્યતા રદ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ DEOને ફરમાન જારી કરાયો છે. મહત્વપૂર્ણ છે કે, બોર્ડની સૂચનાથી CCTV કેમેરા વિનાની સ્કૂલોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.
શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને લઇ સ્કૂલોમાં CCTV લગાવવાનો આદેશ કર્યો છે. જેમાં કોઇ સ્કૂલમાં જો CCTV નહીં લગાવેલા હોઇ તેની માન્યતા રદ્ કરી દેવામાં આવશે તેવું શિક્ષણ બોર્ડે જણાવ્યું હતું