Chaitra Navratri 2025: ચૈત્રી નવરાત્રિનો ભવ્ય પ્રારંભ: યાત્રાધામોમાં ભક્તોની ભીડ, યાત્રાધામ જતાં હોય તો ખાસ વાંચી લજો
Chaitra Navratri 2025: ચૈત્રી નવરાત્રિનો આજથી વિધિવત પ્રારંભ થયો છે, જેના કારણે અંબાજી યાત્રાધામમાં શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીના ચાચર ચોકમાં અખંડ ધુનની શરૂઆત કરવામાં આવી છે, જે નવ દિવસ સુધી રાત-દિવસ 24 કલાક ચાલશે.
83 વર્ષથી અખંડ ધુનની પરંપરા
ચૈત્રી નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિરમાં થતી અખંડ ધુનની પરંપરા 1941થી શરૂ થઈ હતી. તે સમયે પ્રજા પર પડેલી આપત્તિઓ નિવારવા માટે આ ધુનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 83 વર્ષથી મહેસાણા જિલ્લાના 150 થી વધુ શ્રદ્ધાળુઓ આ પરંપરાને જાળવી રાખી રહ્યા છે.
આ નિયમોનું પાલન કરવું જરૂરી
આ યાત્રામાં જોડાતા શ્રદ્ધાળુઓ 9 દિવસ સુધી તેલથી બનેલા ભોજનનો ત્યાગ કરે છે. સાથે જ, મહિલાઓને અખંડ ધુનમાં સામેલ થવાની પરવાનગી નથી.
ભક્તોમાં ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ
આવતા દિવસોમાં પણ આ પરંપરા યથાવત રહેશે, અને માતા અંબાના ભક્તો ભક્તિભાવે અખંડ ધુન ગાઈ રહેલા જોવા મળશે. અંબાજી યાત્રાધામમાં આજથી ભક્તોની સંખ્યા સતત વધી રહી છે, અને નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં શ્રદ્ધાનું માહોલ છવાઈ ગયું છે.