ઓખી તરફથી આવતું વાવાઝોડુ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા હતી. પણ તે હવે સમુદ્રમાં સમાઇ ગયુ છે. હવામાન વિભાગે મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. વાવાઝોડુ મંગળવારે સાંજે સુરતથી 270 કિ.મી. દુર પહોંચ્યુ હતુ. વાવાઝોડાનેે કારણે દરિયામાં પવનની ગતિ 50 થી 60 કિ.મી. પ્રતિ કલાકની છે. વાવાઝોડુ ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં હોવાથી રાજ્યમાં હજુ પણ બે દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા દર્શાવી છે.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. સુરત ઉપર સૌથી વધુ અસર હોવાના કારણે વિજય રૂપાણી સુરત પહોંચ્યા હતા. અને તાકીદની બેઠક બોલાવી પરિસ્થિતીની ચર્ચા કરી હતી. સમુદ્રમાં માછીમારી માટે ગયેલી 13 હજાર જેટલી બોટને પાછી બોલાઇ લેવાય છે. જ્યારે હજુ પણ દરિયામામં રહેલી 1 હજાર જેટલી બોટને પરત લાવવાના પ્રયાસ ચાલુ છે.