ચૂંટણી નજીક આવતાની સાથે જગુજરાતમાં રાજકારણીઓ દરવખતની જેમ વચનોની લ્હાણી કરેજ છે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપ સરકાર સામે ખેડૂતો અને ફિક્સ પગારવાળા કર્મચારીઓનો ઉહાપોહ વધી રહ્યો છે. આશા વર્કર બહેનોએ ભાજપ સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. તો વળી પાટીદારોએ પરેશાની વધારી છે. બીજી બાજુ કોંગ્રેસ નાના ખેડૂતોને રીઝવવા માટે મહેનત કરી રહી છે. આ બાજુ શિક્ષકને પણ પડખામાં લેવાનું શરુ કર્યું છે.
પાટીદારોને પલાળવાનો દાવ ઊંધો પડતા હવે ખેડૂતોને રીઝવવાનું શરુ કર્યું છે. જેના ભાગ રૂપે આજે નીતિન પટેલ ચૂંટણીના દીવડાની જાહેરાતો મૂકી છે જેથી અજવાળામાં નારાજ ગરીબોની આંખો અંજાય અને જાહેરાત સિવાય કઈ દેખાય નહિ.
પહેલા ખેડૂતોના દેવા માફ કરી પછી હવે ટપક સિંચાય પદ્ધતિના માટેના સાધનો પર લગતી જીએસટી સરકાર ચુકવશે। અને ટેટ અને તાત શિક્ષકોને છુટ્ટા નહિ કરાય। એટલું જ નહિ દસ વર્ષથી વધુ નોકરી કરનાર શિક્ષકોને હવે માન્ય ગણાશે જી ખેડૂતો અનર શિક્ષકોને લાભ અપાય તો પચીઓ રાહુલની જઈ રહેલા દલિત અને ઓબીસી આદિવાસીઓને કેવી રીતે ભૂલી શકાય એમને પણ ચપટી ચપટી આપવા માટે સ્કોલરશીપની આવક મર્યાદા વધારી દીધી છે.
કોન્ટ્રાકટ પર કામ કરતી મહિલાઓને અને પ્રશુતીની પણ રાજા આપવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા કેટલાક દિવસની સરકારને નાકે દમ લાવનારી આશા વર્કર બહેનો પર સરકાર એટલી વરસી છે કે બોણીમાં અડધો પગાર વધારી દીધો અને આંગણવાણી બહેનોનો પગાર પણ વધારવાની જાહેરાત કરી છે. જેના આધારે સરકારને લાગે છે કે આવનારા દિવસોમાં સરકારે આપેલી બોણી મતમાં પરિવર્તન થાય તો ચૂંટણીના દીવડાનીયે મુકેલી જાહેરાતો સાર્થક થઇ ગણાશે।