ભરૂચના દહેજમાં આવેલી પટેલ ગ્રુપની યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમીટેડ કંપનીના પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ થયો છે. જે સ્થળે આ બ્લાસ્ટ થયો ત્યાં તે સમયે 10-12 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. આ બ્લાસ્ટના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બ્લાસ્ટ થયા બાદ આજુબાજુના પાંચ કિલોમીટર વિસ્તારમાં તેનો અવાજ સંભળાયો હતો. સ્થાનિકોએ મોટી જાનહાની થવાની સંભાવનાઓથી પણ ઇનકાર કર્યો નથી.બ્લાસ્ટમાં 10-15 લોકોને ગંભીર ઇજા થઇ હોવાનું સામે આવ્યું છે
આ ઘટનાના જે વીડિયો સામે આવ્યા છે તેમાં જોઇ શકાય છે કે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા હતા. 20થી વધુ કેમિકલ્સનું ઉત્પાદન હાલ આ પ્લાન્ટમાં થઇ રહ્યું છે. સ્થાનિકોના કહેવા મુજબ સવારે 11 વાગ્યાની આસપાસ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ શેના કારણે થયો તે અને તેમાં કેટલી જાનહાની થઇ છે તેની માહિતી હજી મળી શકી નથી.
Wednesday, May 15