Vadodara: છોટાઉદેપુરના બોડેલી ખાતે ભેજાબાજોએ “કાર્યપાલક ઈજનેર સિંચાઈ પ્રોજેક્ટ ડિવિઝન બોડેલી” નામની બોગસ કચેરી ઊભી કરી આ કચેરીના નામે ખોટી દરખાસ્તો કરી અને સરકારને કચેરી ઊભી કરી 21.15 કરોડ ની સરકારને ચૂનો ચોપડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ દ્વારા ભેજાબાજ નકલી ઈજનેર સંદીપ રાજપૂતની સાત માસ અગાઉ ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
હવે આ સંદીપ રાજપુતને ગઈ કાલે સાંજે છાતીમાં એકાએક દુખાવો ઉપડતા છોટાઉદેપુર સબ જેલના સત્તાવાળાઓએ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો ત્યાં ટૂંકી સારવાર બાદ તેને હોસ્પિટલના સત્તાવાળાઓએ મૃત જાહેર કરતા છોટાઉદેપુર પોલીસ અને તપાસ અધિકારી દોડતા થઇ ગયા હતા. સંદીપ રાજપુતના રહસ્મયી મોતને પગલે છોટાઉદેપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે