Coldplay concert tickets black market : કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ બ્લેકિંગ: અમદાવાદમાં 12,500ની ટિકિટ 20 હજારમાં વેચતા બે ઝડપાયા
કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકો વધુથી વધુ પૈસા આપવા તૈયાર છે, જેના કારણે કાળા બજારીયાઓ વધુ બેફામ થઈ રહ્યા
ટિકિટો ખરીદ્યા બાદ, વત્સલ અને બિસપ તેને ₹20,000માં વેચવાના પ્રયત્નમાં હતા, પરંતુ એલસીબીની ટીમે તેમને પકડી લીધા
અમદાવાદ , બુધવાર
Coldplay concert tickets black market : કોલ્ડપ્લે કોન્સર્ટ, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25 અને 26 જાન્યુઆરીએ યોજાવાનો છે, તે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. ગુજરાત અને દેશના અન્ય સ્થળોથી ઘણા લોકો આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે ઓનલાઇન બુકિંગનો રલાપ વધ્યો છે, પરંતુ સાથે સાથે ટિકિટના બ્લેકમાર્કેટિંગનો પણ શરૂ થઈ ગયો છે.
કેટલીક વ્યક્તિઓએ શોર્ટકટ દ્વારા ટિકિટ બુક કરી અને પછી તેને વધારેલા ભાવમાં વેચવાનો પ્રયાસ કર્યો છે. એક ટિકિટ પર 7,500 રૂપિયાનો નફો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે અને ચાર ટિકિટો જપ્ત કરી છે.
ઝોન 2 ની લોકલ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે રાણીપ વિસ્તારમાં બે યુવકો કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટો બ્લેક કરી રહ્યા છે. એલસીબીની ટીમે તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને વત્સલ કોઠારી અને બિસપ ખલાસને પકડી લીધા. વત્સલ બોડકદેવમાં અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહે છે, જ્યારે બિસપ ખલાસ રાણીપના વારહપ્રભુ સોસાયટીમાં રહે છે. બન્ને પાસેથી ચાર ટિકિટો મળી આવી હતી, જેમણે ₹12,500ના ભાવે ઓનલાઇન ટિકિટો ખરીદી હતી.
ટિકિટો ખરીદ્યા બાદ, વત્સલ અને બિસપ તેને ₹20,000માં વેચવાના પ્રયત્નમાં હતા, પરંતુ એલસીબીની ટીમે તેમને પકડી લીધા.કોલ્ડપ્લે કોન્સર્ટ માટે લોકો વધુથી વધુ પૈસા આપવા તૈયાર છે, જેના કારણે કાળા બજારીયાઓ વધુ બેફામ થઈ રહ્યા છે. કોન્સર્ટની તૈયારી તીવ્ર થઈ રહી છે અને પોલીસ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સ્ટેન્ડબાય પર રહી છે, જેથી કાળા બજાર માટે કોઈ તક ન રહે.