અમદાવાદ:- આજે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી.જેમાં મહત્વના નિર્ણયો લેવાય હતા. બનાસકાંઠાને બે ધારાસભ્યો સહીત ચાર ધારાસભ્યોને રિપીટ નો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ધારા સિંહ ખાનપુરા, જોઈતા પટેલ, હીરાભાઈ પટેલ, અને નટવર સિંહ ચૌહાણો સમાવેશ થાય છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અસંતોષની લાગણીને અને આંતરિક વિખવાદના કારણે ધારાસભ્યોને રીપીટ નો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બનાસકાંઠામાં આવેલા પૂરના મુદ્દે અસંતોષની લાગણી ફેલાય હોવાની વાત બહાર આવી છે.
જો કે ધારાસભ્યોની નારાજગીને અનુલક્ષીને પાર્ટીએ તેમના પસંદગીના ઉમેદવારોને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં નટવરસિંહ ચૌહાણના પુત્રને ટિકિટ મળવાની શક્યતા નકારી શકાય નહિ. ત્યારે ઉલ્લેખનીય કે કોંગ્રેસ બનાસકાંઠામાં પૂરના સમયે ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં રોકવાની ફરજ પાડવામાં આવી હતી. બીજી મહત્વની વાત કહી શકાય કે તાજેતરમાં રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત બાદ પાંચ ધારાસભ્યોના પુત્રને ટિકિટ આપવાની વાત કરવામાં આવી હતી જે હવે આજની કૉંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયે સાબિત કરી છે. સાથે સાથે કોંગ્રેસ સંતાનવાદને પ્રોત્સાહન આપીને પણ કાર્યકરોને સાથે રાખવાનો પ્રયાસ કરે છે.