Congress candidate from Kadi seat: જાણીતા ચહેરાને ટિકિટ, સ્થાનિક સ્તરે મજબૂત પકડ
Congress candidate from Kadi seat: કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કડી બેઠક માટે પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે અનુભવી નેતા રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું છે. પાર્ટીના ઉચ્ચ કક્ષાના નેતૃત્વ દ્વારા તેમના નામ પર મોહર લગાવવામાં આવી છે.
રમેશ ચાવડા લાંબા સમયથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને વિસ્તૃત સાંગઠનિક અનુભવ ધરાવે છે. સ્થાનિક સ્તરે તેમનું વિસ્તૃત નેટવર્ક અને મજબૂત પ્રભાવ છે, જેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને ટિકિટ આપી છે.
યાદ રાખવા જેવું છે કે રમેશ ચાવડા અગાઉ પણ કડી બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે અગાઉ ભાજપના હિતુ કનોડિયાને હરાવ્યા હતા, પણ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના કરસન સોલંકી સામે હાર્યા હતા.
હવે, ફરી એકવાર પાર્ટીએ તેમના પર વિશ્વાસ મુકતા તેમની ઉમેદવારી જાહેર કરી છે. આગામી દિવસોમાં પેટા ચૂંટણીના રાજકીય સમીકરણો બદલાશે અને કોંગ્રેસ રમેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ કઈ રીતે ચૂંટણી લડશે તે જોવાનું રહશે.