#WATCH Congress Councillor Sita Damor confronts BJP MP Devajibhai over him allegedly calling Rahul Gandhi ‘pappu’ in Banswara, Rajasthan. Sita Damor says, "He said ‘Pappu ko bulao,pappu gaddhe bharega’. It's wrong, so I objected. How can he call our Rahul Gandhi ‘pappu’." (02.12) pic.twitter.com/BMfrVCMPrb
— ANI (@ANI) December 3, 2018
ગુજરાત ભાજપના સાંસદને રાજસ્થાનની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંઘીને પપ્પુ કહેવાનું ભારે પડી ગયું. કોંગ્રેસના કોર્પોરેટરે ભાજપના સાંસદનો ઉઘડો લઈ લેતા તેનો વીડિયો વાયરલ થયો અને ANI ન્યૂઝે આ વીડિયો ટવિટર પર અપલોડ કરતાં અત્યાર સુધી વીડિયોને અનેક લોકો જોઈ ચૂક્યા છે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી દરમિયાન સુરેન્દ્ર નગરના ભાજપના સાંસદ દેવજી ફતેપુરાએ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પપ્પુ કહેતા કોંગ્રેસના કોર્પોરેટરે તેમની સાથે ભાથ ભીડી લીધી હતી. રાજસ્થાનનાં બાંસવાડામાં ભાજપના સાંસદ દેવજી ફતેપુરા ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. પ્રચાર દરમિયાન તેમણે સભાને સંબોધન કર્યું હતું. દેવજી ફતેપુરાએ રાહુલ ગાંધીને પપ્પુ કહી દીધા. જેના કારણે ત્યાં હાજર કોંગ્રેસના કોર્પોરેટર સીતા ડામોર છંછેડાઈ ગયા હતા અને તેઓ ગુસ્સામાં આવી હયા હતા. ન્યુઝ એજન્સી એએનઆઈએ વીડિયો પબ્લીશ કર્યો છે.
કોંગ્રેસના કોર્પોરેટર સીતા ડામોરે ન્યૂઝ એજન્સીને કહ્યું કે ભાજપના સાંસદ દેવજી ફતેપુરાએ કહ્યું કે પપ્પુ કો બુલાઓ, પપ્પુ હી ગડ્ડે ભરેગા. આ ખોટું હતું અને એટલા માટે મેં સાંસદનો વિરોધ કર્યો હતો. તેઓ કેવી રીતે અમારા નેતા રાહુલ ગાંધીને પપ્પુ કહી શકે છે.
વીડિયોમાં જોવાય છે કે કોંગ્રેસના કોર્પોરેટર સીતા ડામોર ભાજપના ગુજરતાના સાંસદ દેવજી ફતેપુરાને કહી રહ્યા છે કે આપ રાહુલ ગાંધીને કેવી રીતે પપ્પુ કહી શકો છો. આ પ્રશ્ન પર દેવજીભાઈ બોલે છે કે બધા જ બોલે છે. તો કોર્પોરેટર કહે છે કે બધા જ ખાડામાં પડે છે તો આપ પણ ખાડામાં પડશો. તેઓ(રાહુલ ગાંધી) સન્માનીય છે તો સન્માનીય જ રહેશે. ત્યાર બાદ ત્યાં હાજર લોકોએ નરેદ્ર મોદી મુર્દાબાદના નારા લગાવ્યા હતા.
નોંધનીય છે કે રાજસ્થાન વિધાનસબાની 200 સીટ માટે સાતમી ડિસેમ્બરે મતદાન યોજવામાં આવશે. આ જ દિવસે તેલંગાણામાં પણ વોટીંગ છે. મતગણતરી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ સાથે 11મી ડિસેમ્બરે કરવામાં આવશે.