વિધાનસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે ચૂંટણી નજીક આવતા રાજ્કીય પાર્ટીઓ એકશનમોડમાં જોવા મળી રહી છે, ગુજરાતમા આ વખતની ચૂંટણી ખૂબ જ ઔતિહાસિક બનવા જઇ રહી છે કારણ કે આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે જેને લઇ કોંગ્રેસ હવે એકશનમોડમાં જોવા મળી રહી છે આજે યુથ કોંગ્રેસ દ્રારા આયોજિત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રદેશ પ્રભારી રઘુશર્મા દ્રારા અંબાજી ખાતે માં અંબેના દર્શન કરી આદિવાસી વિસ્તારોમાં યુથ યાત્રાનું પ્રસ્થાન થશે જે ચૂંટણીને લઇ આદિવાસી વિસ્તારોની બેઠકો અંકે કરવા કોંગ્રેસ દ્રાર કવાયત હાથધરવામાં આવી છે.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસને આદિવાસી સમુદાયના 50 ટકાથી વધુ વોટ મળ્યા હતા આદિવાસી સમાજ કોંગ્રેસની વોટબેંક ગણાય છે. 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસેને 14 આદિવાસી બેઠકો પર જીત મેળવી હતી જયારે ભારતીય ટ્રાઇબલ્સ પાર્ટી દ્રારા 9 બેઠક પર જીત મેળવી હતી. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી બેઠક કબ્જો કરવા અત્યારથી કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવી રહી છે.