ગાંધીનગર ઉત્તરના કોંગ્રેસના MLA ડો. સી.જે.ચાવડા સહિત તેમના પત્ની પશુપાલન નિયામક અધિકારી ફાલ્ગુની બેનનો ગઈકાલે રિપોર્ટ પોઝિટીવ નોંધાયો છે. તેમના સંપર્કમાં આવેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા હોમ ક્વોરેન્ટાઈન થવા ઉપરાંત સેક્શન ઓફિસર સહિત સ્ટાફના ચારેક કર્મચારીઓ ક્વોરેન્ટાઈન થયા છે. ધારાસભ્ય ચાવડાના પણ સેમ્પલ ટેસ્ટીંગ માટે લેવામાં આવ્યા હતા. જે રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
ગાંધીનગર કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોરોનાનાં નવા 10 કેસ આવ્યા છે અને 1 વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગાંધીનગરમાં 19 કેસ સામે આવ્યા છે. સમગ્ર ગાંધીનગરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 1531 કેસ છે અને કુલ 45 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 1227 લોકોએ કોરોના સામેનો જંગ જીત્યા છે.