રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ જોરશોરથી વાગી રહ્યા છે જોકે હજુ ચૂંટણી યોજાવાની 4 મહિના જેટલો સમય બાકી છે જેને લઇ તમામ રાજ્કીય પક્ષો તડામાર તૈયારીમાં જોતરાઇ ગયા છે ગુજરાતમાં ચૂંટણીના જોતા એક બાદ જુદી-જુદીના પાર્ટીઓના નેતાઓ દિલ્હીથી ગુજરાતથી આવી રહ્યા છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરી રહ્યા છે ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયા જંગ ખેલાવ જઇ રહ્યો છે જેમાં ભાજપ કોંગ્રેસ અને ત્રીજા પક્ષ તરીકે આપ પણ એન્ટ્રી થઇ ચૂકી છે. આ વખતે ભાજપ 150 પ્લસ બેઠકો જીતના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતારવાની તૈયારી બતાવી તો બીજી તરફ કોંગ્રેસ 125 પ્લસ બેઠકો પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં કોંગ્રેસ સ્થિતિ દિવસને દિવસે એક સાંધે તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણા થયુ છે તે વચ્ચે કોંગ્રેસના એક બાદ એક નેતાઓ ગુજરાતનું પ્રવાસ ખેડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી અંગે રણનિતી ઘડી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસ મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત ગુજરાતના પ્રવાસે આવ્યા હતા જયાં તેમણે કોંગ્રેસ ચારેય ઝોનની બેઠક કરી આગામી ચૂંટણી વ્યૂરચના ઘડી હતી
તે વચ્ચે કોંગ્રેસના લઘુમતી સેલના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભાના સંસાદ ઇમરાન પ્રતાતગઢી અમદાવાદની મુલાકાત આવ્યા છે તે રમિયાન કાર્યકરો સેલ્ફી લેવા માટે ઉમટી પડ્યા હતા જયાં ધક્કામુક્કી જેવા દશ્ય સર્જાયા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઇમરાન પ્રતાપગઢીના આવકાર માટે એરપોર્ટ પહોંચ્યા હતા જયાં ઇમરાન પ્રતાપગઢીએ સૌપ્રથમ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી