ગુજરાતમાં સાત બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી બે દિવસ દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા. હાઈકમાન્ડ સાથે ચર્ચા વિચારણા બાદ સાત બેઠકો પર ઉમેદવારના નામને અંતિમ સ્વરૂપ આપ્યું છે. જેના પર મંજૂરીની મહોર લાગી શકે છે.
બારડોલી બેઠક પર તુષાર ચૌધરી.
નવસારી બેઠક પર સી.ડી.પટેલની પુત્રી ફાલ્ગુની પટેલ અથવા પૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલ
દાહોદ બેઠક પર બાબુ કટારા અને ભાવેશ કટારામાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે.
પોરબંમાંદર લલિત વસોયાનું નામ લગભગ ફાઈનલ છે.
કચ્છ બેઠક પર કોકિલાબેન પરમાર, નરેશ મહેશ્વરીના નામ છે.
અમદાવાદ પૂર્વ બેઠક પર હિમાંશુ પટેલ અને રોહન ગુપ્તામાંથી પસંદગી થઈ શકે છે.
વલસાડ બેઠક પર કિશન પટેલ અને જિતુ ચૌધરીના નામ છે.
મહત્વનું છે કે દિલ્હી હાઈકમાન્ડે પહેલી યાદીમાં આણંદ, અમદાવાદ પશ્ચિમ, વડોદરા અને છોટાઉદેપુર બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધા છે.