વડોદરામાં સતત વિવાદોમાં સપાડાયેલી MS યુનિવર્સિટી ફરી એકવાર નવું વિવાદને જન્મ લીધો છે. જેમાં ફરી એકવાર MS યુનિસિવર્ટીને પ્રતિષ્ઠાને લાંછન લગાડતી ઘટના પ્રકાશમાં આવી છે જેને લઇ વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
બનાવની વિગત એવી છે કે MS યુનિવર્સિટી યુવતીને એડમિશનના બદલામાં અભદ્ર ચેટ વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે જાણીતા વિદ્યાર્થી નેતાએ એડમિશન માટે વિદ્યાર્થીનીના પાસે અભદ્ર માગણી કરતા સમ્રગ મામલો બિચક્યો છે.AGSU ગ્રુપના પંકજ જયસ્વાલે સોશિયલ મિડિયામાં ચેટ કરી અભદ્ર માગણી કર્યુ હોવાનો સામે આવી રહ્યા છે. જેને લઇ વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા છે,પંકજ જયસ્વાલને બરતરફ માગણી સાથે પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કરી રહ્યા છે.ABVP વિદ્યાર્થી સંગઠને MS યુનિવર્સિટીના હેડઓફિસ પહોંચી આવેદનપત્ર પાઠવી રાજિસ્ટાર રજૂઆત કરી હતી.
ABVP સંગઠનના વિદ્યાર્થીઓ પકંજ જયસ્વાલ પર આરોપ લગાવતા જણાવ્યુ હતુ કે પંકજ જયસ્વાલ દ્રારા એડમિશનને લઇ યુવતી સાથે નિર્લજ્જ વર્તન કરવામાં આવ્યુ હતુ અને એડિમિશન આપવા માટે શારિરીક શોષણની માંગણી કરી હતી જો કે વિદ્યાર્થીનીએ ના પાડતા તેના અભદ્ર ચેટ મોકલ્યુ હતુ જે અંગે વિદ્યાર્થી સંગઠન દ્રારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવા આવે અને ફરજ પરથી બરતરફ કરવા માગણી કરાઇ છે