હાલમાં ગુજરાતના રાજકારણમાં એકજ વાત ચર્ચાના પરિઘમાં છે કે પાટીદાર અગ્રણી નરેશ પટેલ હવે કયા પક્ષમાં જશે? કોંગ્રેસમાં આપ કે ભાજપ ક્યાં જોડાશેની વાતો વચ્ચે આજે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં નિવેદન આપ્યું કે તેઓ ભાજપમાં આવશે આમ આ આ બધી વાતો વચ્ચે એક નવો વિવાદ જ ઉભો થયો છે. ગઈ કાલે સાંજે એક ખાનગી ચેનલની ટીવી ડીબેટ યોજાઈ તે વખતે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા વચ્ચે જામી પડી હતી અને વાત જાતિ ઉપર આવી જતા અલ્પેશ કથિરિયાએ યજ્ઞેશ દવેને ટોકયા હતા કે રાજકારણની વાત માં સમાજને વચ્ચે ન લાવો તો વધુ સારું આ સાંભળી યજ્ઞેશ દવે બરાબરના ગુસ્સે થઈ ગયા અને આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયાને ગાંધીનગર આવો ઔકાત બતાવી દઉં એમ કહેતા મામલો ગરમાયો હતો.
બાદમાં યજ્ઞેશ દવેએ જે ટ્વિટ કર્યું તે મામલો ભારે ગાજયો હતો ટ્વીટમાં લખ્યું હતું કે “ડફેર ની પુછડી ઝાલીને તૈયાર થયેલું અને નાતમાં કોઈ પૂછે નહીં એ પોતાની જાતને સમાજનો ભા માનતું આંદોલનકારી ગલુડિયું બીજાને ઓકાત બતાવવા નીકળ્યું છે.” આ ટ્વીટમાં યજ્ઞેશ દવે એ હાર્દિક પટેલ ને ડફેર અને અલ્પેશ કથેરિયા ને ગલુડિયા તરફ ઈશારો કરતા મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો અને પાટીદાર સમાજમાં પણ વાત જતા નારાજગી છવાઈ જતા આવી અભદ્ર ભાષા પ્રયોગને કારણે યજ્ઞેશ દવે પાટીદારો અને ભાજપના કાર્યકર્તાઓમાં રોષ મિશ્રિત નારાજગીનો સામનો કરવો પડ્યો હતો, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાનો સમર્થકોનો મોટો વર્ગ પાટીદાર યુવાનોમાં છે જ પણ ભાજપના અન્ય જ્ઞાતિના યુવાનો પણ તેઓના મિત્રો હોય મામલો ગરમાયો હતો અને વાત છેક ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સુધી પહોંચતા તેઓએ યજ્ઞેશ દવેને ખખડાવ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે તેઓ ઉપર સી આર પાટીલ નો ફોન આવતા તેઓ નર્વસ થઈ ગયા હતા અને હા ‘સાહેબ ડીલીટ કરી દઉં છું’ કહીને ટ્વીટ ડીલીટ કરાવ્યાની વાત ચર્ચાસ્પદ બની છે
યજ્ઞેશ દવે પોતાને બ્રાહ્મણ ગણાવીને જાતિવાદ ઉભો કરી પાટીદારો સામે પડવાની બાલિશતાને લઈ ભાજપમાં તેઓ ભારે ચર્ચાસ્પદ બન્યા છે.
હાલ આવી રહેલી વિધાનસભાની ચુંટણીઓ સમયે આ પ્રકારની વાતો પાર્ટી માટે નુકસાનકારક હોય ત્યારે આ ડખ્ખો ઉભો થતા ભારે ચર્ચા ઉઠવા પામી છે અને સીઆર પાટીલે ખુદ દરમ્યાનગીરી કરવી પડી હોવાનું મનાય રહ્યું છે.