ગુજરાતમાં ગત બે દિવસથી કોરોનાનાં કેસ 1000થી વધુ આવી રહ્યા છે. છેલ્લા 24 જ કલાકમાં રાજ્યમાં કોરાનાનાં 1068 કેસ નોંધાતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 53, 631એ પહોંચી છે. 24 કલાકમાં વધુ 26 મોત થયા છે જ્યારે 872 દર્દી સાજા પણ થયા છે.
આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 12 દર્દીઓના મત્યુ થયાની પૃષ્ટી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ કોપોરેશન 3, વડોદરામાં 3 લોકોના મોત નિપજ્યા હોવાની જાહેરાત કરી છે. આજે કુલ 26 લોકોના મોત નિપજ્યા છે.