નવસારી જિલ્લામાં (Navsari District) આજે વધુ 9 કેસો વધતા જિલ્લામાં કુલ કેસનો આંકડો 829 કેસો નોંધાયા છે. પરંતુ આજે વધુ બે ના મોત નીપજ્યા હતા.નવસારી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહયા છે. જોકે તેની સામે 800 થી વધુ સેમ્પલો (Sample) લેવામાં આવી રહયા છે. તેની સામે માત્ર 10 જ જેટલા જ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાઈ રહયા છે. આ બાબતે નવસારી જિલ્લા માટે ઘણી સારી છે. કારણ કે જેટલા સેમ્પલો લેવામાં આવી રહયા છે તેનો ૧ ટકા જેટલા જ પોઝીટીવ દર્દીઓ મળી રહયા છે. જેથી કોરોના કાબુમાં આવ્યો હોય તેમ લાગી રહયુ છે. મંગળવારે વધુ 976 જેટલા સેમ્પલો લેવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં કુલ સેમ્પલનો આંકડો 22,551 પર પહોંચ્યો છે. જે પૈકી 20,746 લોકોના રીપોર્ટ નેગેટીવ (Report Nagative) આવ્યા છે.
મંગળવારે જિલ્લામાં વધુ 9 કેસો કોરોના પોઝીટીવના નોંધાયા છે. જેમાં વાંસદામાં 3, ચીખલીમાં 3, જલાલપોરમાં 1, ખેરગામમાં 1 અને નવસારીમાં 1 કેસ મળી આવ્યા હતા. જેથી જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવનો આંકડો 829 ઉપર પહોંચ્યો છે. જોકે આજે વધુ 12 દર્દીઓએ કોરોનાને માત આપતા 653 દર્દીઓ સાજા થયા છે. પરંતુ મંગળવારે બીલીમોરા ગોહરબાગ સંકલ્પ સોસાયટીમાં રહેતા વૃદ્ધ અને વિજલપોર મુનલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધાનું મોત નીપજતા જિલ્લામાં કુલ મોતનો આંકડો 85 ઉપર પહોંચ્યો છે. હાલ જિલ્લામાં કુલ 91 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે.
દમણમાં મંગળવારના રોજ 7 કેસ કોરોના પોઝીટીવના નોંધાયા
દમણ – સંઘ પ્રદેશ દમણમાં મંગળવારના રોજ વધુ 7 કેસ કોરોના પોઝીટીવના નોંધાવા પામ્યા છે. જ્યાં સ્વાસ્થ્ય વિભાગની ટીમે તમામ પોઝીટીવ દર્દીઓને કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ દમણમાં એક્ટિવ કોરોના પોઝીટીવની સંખ્યા 111 ઉપર પોંહચી જવા પામી છે. આજરોજ વધુ 17 જેટલા દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 860 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળ રહયા છે. જ્યારે એક વ્યક્તિનું અગાવ મોત નિપજવા પામ્યું હતું. ત્યારે મંગળવારના રોજ ફક્ત 1 નવા કન્ટેન્ટમેન્ટ ઝોનના વધારા સાથે હવે પ્રદેશમાં 56 જેટલા જ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર થવા પામ્યા છે.
દાદરા નગર હવેલીમા નવા 14 કોરોના પોઝીટીવ કેસ સાથે આંકડો 1025 કેસો થયા
સેલવાસ, તા.25:દાદરા નગર હવેલીમા કોરોના પોઝિટિવના નવા 14કેસ નોંધાતા આંકડો 1025 પર પહોંચ્યો છે પ્રદેશમા હાલમા વધુ 14કેસ નવા પોઝેટીવ આવ્યા છે ટોટલ 1025કોરોના પોઝિટિવના કેસો થયા છે,જેમાથી 218કેસો સક્રિય છે અને 807 કેસો રીકવર થઇ ગયા છે.અને એકનુ મોત થયેલ છે. 10 પોઝીટીવ કેસ ઇનફ્લુએન્ઝા પેશન્ટ છે. 01 પોઝીટીવ કેસ રેન્ડમ સ્ક્રિનિંગ દરમ્યાન મળી આવેલ.છે,03કોરોના પોઝીટીવ હાઈરીસ્ક કોન્ટેકમા આવેલ છે.16પેશન્ટ રિકવર થયા છે જેઓને રજા આપવામા આવી છે.