ગુજરાતમાં આજે કોરાનાનાં સૌથી વધુ 1026 કેસ નોંધાતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 50,465એ પહોંચી છે. વિતેલા 24 કલાકમાં અમદાવાદ-સુરત શહેર અને જિલ્લામાં જ 500થી વધુ કેસ મળ્યા છે. જ્યારે રાજ્ય વધુ 34 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2201એ પહોંચ્યો છે. જ્યારે 744 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.
અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર ચેપનો ફેલાવો વધી રહ્યો છે. સુરત કોપોરેશન 225, અમદાવાદ કોપોરેશન 187, સુરત 73, વડોદરા કોપોરેશન 60, રાજકોટ કોપોરેશન 45, દાહોદ39, ભાવનગર કોપોરેશન 26, બનાસકાંઠા 25, સુરેન્દ્રનગર 21, પાટણ 20, ગાંધીનગર 19, નર્મદા 19, ગીર સોમનાથ 18, મહેસાણા 18, નવસારી 17, પંચમહાલ 17, ભરૂચ 16, જામનગર કોપોરેશન 16, વડોદરા 15, ખેડા 14, રાજકોટ 13, વલસાડ 13, અમદાવાદ 12, ભાવનગર 12, ગાંધીનગર કોપોરેશન 12, કચ્છ9, આણંદ 8, બોટાદ 8, અમરેલી 7, જુનાગઢ 7, મહીસાગર 6, મોરબી 6, જુનાગઢ કોપોરેશન 5, સાબરકાંઠા 5, જામનગર 4, તાપી 4, પોરબંદર 2, અરવલ્લી 1, ડાંગ 1, દેવભૂમિ દ્વારકા 1 કેસો મળ્યા છે.