કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણને અટકાવવા માટે એક દિવસ જનતા કર્ફ્યૂને લોકોએ પાળ્યુ હતુ. સાથે જ સાંજે 5 વાગ્યે સંક્રમણને અટકાવવા માટે કાર્ય કરતા લોકોને વધાવવા માટે થાળી અને તાળીઓ વગાડવામાં પણ આવી રહી છે. કોરોના વાયરસ (Corona virus) વચ્ચે કામ કરી રહેલા અધિકારીઓને સન્માનિત કરવાની વડાપ્રધાનની અપીલને લોકોએ ખૂબજ ઉત્સાહભેર આવકારી લીધો હતો. લોકોની સાથે ગુજરતાના ડે.સીએમ નીતિન પટેલે પણ પોતાના બંગલા પર થાળી અને ઘંટડી વગાડીને લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.
વડાપ્રધાન મોદીની અપીલ પર ખરા ઉતર્યા
સાથે જ અમદાવાદના મણિનગર ખાતે લોકોએ જનતા કર્ફ્યુને વધાવ્યો હતો. લોકોએ તાળી પાડી, થાળી-વેલણ અને ઘંટડી વગાડી ડૉક્ટર, નર્સ, મીડિયા અને પોલીસ કર્મીઓનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, લોકોએ વડાપ્રધાન મોદીની અપીલ પર ખરા ઉતર્યા હતા.
ભરત પંડ્યાએ પરીવાર સાથે વગાળી થાળી
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પરીવાર સાથે પોતાના ઘરની બહાર થાળી વગાડી હતી અને થાળી વગાડીને તેમણે મીડિયાકર્મી, આરોગ્ય કર્મી અને પોલીસ કર્મીની કામગીરીને આવકારી હતી.
સીએમ રૂપાણીએ પણ માન્યો આભાર
સીએમ રૂપાણીએ પણ થાળી અને ઘંટડી વગાડીને કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તબીબી કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને અન્ય લોકોનું અભિવાદન કર્યુ હતું.
રાજકોટમાં જનતા કર્ફ્યુંને લોકોનું સમર્થન
રાજકોટમાં જનતા કર્ફ્યુંને લોકો દ્વારા સમર્થન મળ્યું હતુ અને સાંજના સમયે શહેરીજનોએ થાળી અને ઘંટ વગાડીને મીડિયા કર્મી, સફાઈ કર્મી, પોલીસ કર્મી અને આરોગ્ય કર્મીઓની કામગીરીને બિરદાવી હતી.
સમગ્ર દેશે કમરકસી
સાથે જ વડોદરામાં પણ થાળી વેલણ વગાડી સેવાકિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો આભાર માન્યો હતો. પોલીસ, ડોક્ટર, નર્સ, મીડિયા, સફાઇ કર્મચારીઓનો ઢોલ, ઘંટડી અને તાળી પાડી આભાર માન્યો હતો. કોરોના સામે લડવા માટે સમગ્ર દેશ એક થઇને કમરકસી રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.