ગુજરાત CSR ઓથોરિટીના પ્રોજેકટ કન્સલ્ટન્ટ તુષાર ત્યાગીએ અહીં જણાવ્યું હતું કે, રૂ.500 કરોડથી વધારે એસેટ્સ, રૂ. 1000 કરોડનુ ટર્નઓવર અને વર્ષે રૂ.5 કરોડનો નફો કરતી કંપનીને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) લાગુ પડે છે. ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાયેલાં એક સેમિનારમાં તેઓ ઉપસ્થિત હતાં. CSR ફંડને સમાજોપયોગી કામોમાં વાપરવા માટે NGO સ્કીલ ડેવલપમેન્ટ, એજયુકેશન, સ્વચ્છતા અભિયાન, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, સ્કૂલની તથા આંગણવાડીની બિલ્ડીંગ બનાવવા મદદરૂપ કરવાના તેમજ મહિલા સશકિતકરણના પ્રોજેકટ કરી શકે છે.
કંપનીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ CSR ફંડનો ઉપયોગ કરી શકે છે. કેટલીક મોટી કંપનીઓ પોતાનું ફાઉન્ડેશન બનાવીને CSR એકટીવિટી કરતી હોય છે. જયારે NGO તથા નોન પ્રોફીટ એજન્સીઓને સમાજ માટે ઉપયોગી પ્રોજેકટ કરવાના હોય છે.