ગુજરાતમાં કોરોનાના આંકડા પ્રતિદિવસ વધી રહ્યા છે. તેવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 56 નવા કેસ નોંધાયા છે અને 32 દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,487 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
રાજયભરમાં કોરોના વાયરસના કુલ 548 કેસ છે. જેમાંથી 06 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 542 લોકો સ્ટેબલ છે. 8,17,487 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 10098 ગુજરાતીઓના કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જોકે રાહતની વાત કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નથી.
વડોદરા કોર્પોરેશનમાં 13, અમદાવાદ કોર્પોરેશનમાં 10, સુરત કોર્પોરેશન 8, જામનગર-કચ્છમાં 4-4, વલસાડમાં 3, અમરેલી-નવસારી 2-2, આણંદ, ભાવનગર કોર્પોરેશન, ડાંગ, ગાંધીનગર કોર્પોરેશન, ખેડા, મહેસાણા, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે.