Cruise Tourism in Gujarat : ‘Cruise India Mission’ નું નેતૃત્વ કરતું ગુજરાત
Cruise Tourism in Gujarat : ગુજરાત દેશનું પહેલું રાજ્ય બની ગયું છે જેને ‘Cruise India Mission’ અંતર્ગત 2340 કિમીના લાંબા દરિયાકિનારા અને નદી માર્ગો દ્વારા વિશ્વ સ્તરના ક્રૂઝ ટુરિઝમનું રૂપરેખાંકન શરૂ કર્યું છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) દ્વારા ક્રૂઝ શિપિંગ પોલિસી બનાવવા માટે ગાંધીનગરમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
શીપિંગ પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સચોટ ચર્ચા
વર્કશોપમાં ભારતના ક્રૂઝ ટુરિઝમ માટે નીતિ અને માળખાગત સુવિધાઓ પર તર્કસંગત ચર્ચા થઈ. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશન, મુંબઈ પોર્ટ, કોચીન ઇમિગ્રેશન અને ગોવા ક્રૂઝ ટર્મિનલના અધિકારીઓએ પોર્ટ તૈયારી, બર્થિંગ પોલિસી, ઇમિગ્રેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા પર ભાર મૂક્યો. રાજ્ય તરફથી મુખ્ય સચિવ અશ્વિની કુમારે ગુજરાતને આગવી ક્રૂઝ હબ તરીકે વિકસિત કરવાની રાજ્ય સરકારની દ્રષ્ટિ રજૂ કરી.
ટુરિઝમ ને વધારવા માટે રચાયું વ્યૂહાત્મક પ્લાન
ગુજરાત ટુરિઝમના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું કે, મુસાફરો માટે ક્રૂઝ-સજ્જ સ્થળો વિકસાવવા માટે ઓનલાઇન અને ઓફલાઇન સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ડિજિટલ ટેક્નોલોજી દ્વારા ઇમિગ્રેશન અને પ્રવાસી વ્યવસ્થાપન સરળ બનાવાશે. રાજ્યના વિવિધ તટવિસ્તારોને ક્રૂઝ ક્લસ્ટર રૂપે વિકસાવી પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવશે.
દરિયાકાંઠે બનશે વિશિષ્ટ ક્રૂઝ રૂટ્સ
ગુજરાત સરકારે દરિયાઈ પ્રવાસ માટે ત્રણ મુખ્ય ક્રૂઝ રૂટ તૈયાર કર્યા છે:
પડાલા ટાપુ થી કચ્છનું રણ
પોરબંદર-વેરાવળ-દીવ
દ્વારકા-ઓખા-જામનગર
આ દરેક રૂટમાં 100 કિમીની અંદર ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોને સમાવિષ્ટ કરીને પ્રવાસીઓને સંપૂર્ણ અનુભવ અપાવવાનો પ્રયાસ થશે.
ભવિષ્યનું વિશ્વસ્તરીય ક્રૂઝ ટર્મિનલ
30 સપ્ટેમ્બર, 2024 ના રોજ શરૂ થયેલા ક્રૂઝ ભારત મિશન અંતર્ગત ગુજરાત હવે એક સમર્પિત ક્રૂઝ ટર્મિનલ બનાવવાની તૈયારીમાં છે. મુંબઈ, કોચીન અને ચેન્નઈ જેવા શહેરોની સાથે ગુજરાત પણ ટકાઉ, પર્યાવરણ અનુરૂપ અને આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રૂઝ હબ બનીને ભારતના દરિયાઈ પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપશે.
ગુજરાત સરકારનો વ્યાપક અભિગમ, પોલિસી સપોર્ટ અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે Cruise Tourism in Gujarat હવે દેશના પ્રવાસન નકશામાં એક મજબૂત અને નવા આયામરૂપ માટે તૈયાર છે.