Cyclone Asna: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતના દ્વારકા જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
Cyclone Asna: આ સમયગાળા દરમિયાન દ્વારકા જિલ્લામાં 20 થી 35 ઈંચ વરસાદ નોંધાયો છે, જેની સૌથી વધુ અસર ખંભાળિયા અને દ્વારકા શહેરમાં જોવા મળી રહી છે. વિવિધ કારણોસર જળબંબાકારની સ્થિતિ ગંભીર બની છે, જેના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે.
પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારો અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરીને પરિસ્થિતિની વિગતવાર માહિતી આપવામાં આવી છે. રાહત અને પુનર્વસનના પ્રયાસો ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.
આ વાવાઝોડું ગુજરાતને વધારે અસર કરે તેવી શક્યતા નથી.
તે ગુજરાતના દરિયાકિનારાથી દૂર જશે અને જેમ દૂર જશે તેમ થોડું વધારે મજબૂત થાય તેવી શક્યતા છે.
આ વાવાઝોડાની અસર કચ્છના કેટલાક વિસ્તારોમાં થવાની શક્યતા છે
જેમાં કેટલાક વિસ્તારોમાં 60થી 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે.
હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં કોઈ સ્થળોએ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે. 31 ઑગસ્ટના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને કોઈ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.
30 ઑગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 50થી 65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દેખાઈ રહી છે. એકાદ દિવસ બાદ પવનની ઝડપ આ વિસ્તારોમાં ઘટવાની શરૂઆત થશે.