Cyrus Poonawalla: મળો સાયરસ પૂનાવાલાને, દેશના ટોચના 9મા અબજોપતિ, પદ્મ ભૂષણથી પણ સન્માનિત
Cyrus Poonawalla: દેશની સૌથી ધનિક વ્યક્તિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને દરેક વ્યક્તિ જાણે છે. પરંતુ શું તમે સાયરસ પૂનાવાલાનું નામ સાંભળ્યું છે? આવો અમે તમને દેશના 9મા સૌથી અમીર વ્યક્તિ અને વિશ્વના સૌથી મોટા અબજોપતિઓની યાદીમાં સામેલ સાયરસ પૂનાવાલાનો પરિચય કરાવીએ…
દેશના ટોપ 10 બિઝનેસમેનની યાદીમાં Cyrus Poonawalla નું નામ પણ સામેલ છે. દેશની સૌથી મોટી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટના માલિક સાયરસ પૂનાવાલા ભારતના 9મા અબજોપતિ છે. ફોર્બ્સ ઈન્ડિયાએ તેમની કુલ સંપત્તિનો ખુલાસો કર્યો છે, જેને જોઈને ઘણા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. સાયરસના પુત્ર અદાર પૂનાવાલાને ‘વેક્સીનમેન’ પણ કહેવામાં આવે છે. ચાલો તેમના વિશે વિગતવાર જાણીએ…
પિતા ઘોડાના વેપારી હતા
ડૉ. સાયરસ પૂનાવાલા પારસી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના પિતા ઘોડાના વેપારી હતા, પરંતુ સાયરસનું નામ હવે દેશના અબજોપતિઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. 1966માં, સાયરસે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)નો પાયો નાખ્યો. સાયરસના પુત્ર અદાર પૂનાવાલાના નેતૃત્વમાં SIIએ કોરોના મહામારી દરમિયાન દેશમાં પ્રથમ રસી તૈયાર કરી હતી. આ રસીએ કરોડો લોકોના જીવ પણ બચાવ્યા. વર્ષ 2022 માં, સાયરસ પૂનાવાલાને દેશના સર્વોચ્ચ પુરસ્કારોમાંના એક પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
પૂનાવાલા ગ્રુપ નેટ વર્થ
તમને જણાવી દઈએ કે SII વિશ્વની સૌથી મોટી વેક્સિન બનાવતી કંપની બની ગઈ છે. SII ની રસીએ માત્ર દેશમાં જ નહીં પરંતુ આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં લોકોના જીવ બચાવ્યા હતા. સાયરસ બાદ અદાર પૂનાવાલા હવે SIIના માલિક બની ગયા છે. ફાર્માસ્યુટિકલ્સ ઉપરાંત પૂનાવાલા પરિવારનો ઘણા સેક્ટરમાં બિઝનેસ છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 મુજબ, સાયરસ પૂનાવાલા ગ્રૂપ રૂ. 2,89,900 લાખ કરોડની નેટવર્થ ધરાવે છે, જેમાંથી SII પાસે કુલ રૂ. 2,04,300 કરોડની સંપત્તિ છે.
ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ
સાયરસ પૂનાવાલા મુંબઈના બ્રીચ કેન્ડી વિસ્તારમાં રહે છે. 2015માં તેણે યુએસ સરકાર પાસેથી એક આલીશાન બંગલો ખરીદ્યો હતો, જેની કિંમત 750 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. દરિયા કિનારે આવેલું સાયરસ પૂનાવાલાનું ઘર મુંબઈના સૌથી મોંઘા મકાનોમાંનું એક છે. Cyrus Poonawalla નો પુત્ર આધાર પૂનાવાલા પણ તાજેતરમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ્યો છે. તેણે કરણ જોહરના ધર્મા પ્રોડક્શનનો 50 ટકા હિસ્સો રૂ. 1,000 કરોડમાં ખરીદ્યો છે.