Dabba Trading Scam Surat: ઇન્ટરનેટ આધારિત વૉઇસ નંબરથી ચાલી રહ્યું હતું કૌભાંડ
Dabba Trading Scam Surat: સુરતમાં ઝડપાયેલા 948 કરોડના ગેરકાયદે ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાના મોટા નેટવર્કમાં વધુ એક નવો ખુલાસો થયો છે. SOGની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ઓળખ છુપાવવા અને ખોટા ટ્રાંઝેક્શન કરવા માટે કુલ 30 જેટલા વર્ચ્યુઅલ મોબાઇલ નંબરોનો ઉપયોગ કર્યો હતો.
ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાના દાવમાં IPLથી કસિનો સુધીનો સામેલ છે કારોબાર
આ વોઇપ (VoIP) આધારિત વર્ચ્યુઅલ નંબરોના ઉપયોગથી આરોપીઓ ક્રિકેટ, ટેનિસ, કસિનો અને ફૂટબોલ જેવી રમતગમત પર બેટિંગ કરાવતા હતા. તેઓ ડબ્બા ટ્રેડિંગના ભ્રમ આપીને લોકોથી નકલી પ્લેટફોર્મ પર રોકાણ કરાવતા. આ માટે “Castilo 9” અને “Stock Grow” જેવા સોફ્ટવેરનો ઉપયોગ થયો હોવાનું ખુલ્યું છે.
8 આરોપીઓ ઝડપાયા, મ્યુચ્યુઅલ ફંડ અને FDના દસ્તાવેજો મળ્યા
SOGએ અત્યાર સુધી કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જેમના ઘરમાં દરોડા પાડતાં મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝિટ તેમજ મોટી સંખ્યામાં બેંક પાસબુક અને ચેકબુક મળી આવી છે. 30થી વધુ એકાઉન્ટ્સનું સનિદાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ₹3.50 કરોડથી વધુ રકમ જમા હોવાનું જાણવા મળ્યું છે.
મેરિડિયન બિઝનેસ સેન્ટરથી ચલાવાતું હતું રેકેટ
મોટા વરાછા વિસ્તારના મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલી “સનરાઈઝ ડેવલપર્સ” નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં આ સમગ્ર ડબ્બા ટ્રેડિંગ અને ગેમિંગનો ગોરખધંધો ચાલી રહ્યો હતો. અહીંથી “BETFAIR”, “NEXONEXCH”, અને “ENGLISH999” જેવી પ્રતિબંધિત સાઇટ્સની મદદથી અવૈધ ટ્રેડિંગ અને સટ્ટા રમાડવામાં આવતો હતો.
ED અને CID પણ તપાસમાં જોડાઈ શકે છે
આ સમગ્ર મામલે SOG દ્વારા Enforcement Directorate (ED)ને પત્ર લખવામાં આવ્યો છે. જેથી હવે મની લોન્ડરિંગના ખૂણાને પણ તપાસવામાં આવશે અને મોટા રાજકીય કે અન્ય મોટા નામ બહાર આવી શકે છે. ફરાર આરોપીઓ તથા તેમના નકલી એકાઉન્ટ્સની તપાસ ચાલુ છે.
કુલ મળી આવેલો મુદ્દામાલ
19 મોબાઇલ ફોન
4 લેપટોપ
₹10.05 લાખ રોકડા
13 સિમકાર્ડ
31 પાસબુક
87 ચેકબુક
2 ડેબિટ કાર્ડ
1 કલર પ્રિન્ટર અને પેપર કટર મશીન
ઇન્વોઇસ ફાઇલો
આવું ચાલતું હતું ટેક્સ ફ્રી નફાકારક ષડયંત્ર
આરોપીઓ લોકોમાંથી નફો કમાવવાનો લાલચ આપીને સટ્ટા તથા ડબ્બા ટ્રેડિંગમાં ફસાવતા હતા. તેઓ દાવો કરતા કે અહીં કોઈ નુકસાન થતું નથી અને ટેક્સ પણ ભરવો પડતો નથી. પરિણામે સરકારને હજારો કરોડનું નુકસાન થયું છે.