દમણથી કારમાં દારુ ભરીને નિકળેલા બુટલેગરનો પોલીસે પીછો કરતા તેઓ ગાડી છોડીને ભાગતા 50 ફુટ ઉંડા કુંવામાં ખાબકતા જ આ બુટલેગરનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
આ બનાવની મળતી માહિતી અનુસાર, વાપીના ટાવર ગામ પાસે આવેલ ડુંગળી ફળિયામાં રહેતા વિનોદભાઈ બાલુભાઈ પટેલના ઘર પાછળ 50 ફુટ ઉંડા કુવા(Well)માં એક યુવાન રાત્રિના સમયે પટકાયો હતો. જેની જાણ ટાઉન પોલીસને કરતા તેઓ તાત્કાલિક ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ભારે જહેમત બાદ આ યુવાનને બહાર કાઢવામાં આવતા તેની ઓળખ કરવામાં આવી હતી. જેથી ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.