દિલ્હી પોલીસના જવાનોના 11 કલાકના પ્રદર્શન બાદ બીજા દિવસે વકીલો દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રોહિણી કોર્ટની બહાર વકીલ પ્રદર્શનો કરી રહ્યાં છે. કોર્ટમાં વકીલ લોકોને અંદર નથી આવવા દેતા. મંગળવારે આખો દિવસ પોલીસના જવાનોએ ભારે હોબાળો કર્યો હતો ત્યારે બુધવારે વકીલો હોબાળો કરી રહ્યાં છે. દિલ્હી પોલીસ વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કરી રહેલાં વકીલોએ આક્ષેપ કર્યા મીડિયાને ભડકાવવામાં આવી રહ્યું છે અને તેઓ દ્વારા વકીલોને મારવાનો વીડિયો નથી દેખાડી રહ્યાં.
રોહિણી કોર્ટની બહાર પ્રદર્શનકારી વકીલો ન્યાયની માગ સાથે વી વોન્ટ જસ્ટિસની નારેબાજી કરી રહ્યાં છે. દિલ્હીમાં તમામ જિલ્લા અદાલતના વકીલ હડતાળ પર છે. રાજધાનીની છ જિલ્લા કોર્ટ જેમાં તીસ હજારી, કડકડડૂમા, સાકેત, દ્વારકા, રોહિણી અને પટિયાલા હાઉસના વકીલોએ કામનો બહિષ્કાર કર્યો છે.
વકીલ અને પોલીસ વચ્ચેના ઘર્ષણને લઈને કેન્દ્ર સરકારે હાઈકોર્ટના દ્વારા ખટખટાવ્યા છે. ગૃહ મંત્રાલયે કોર્ટને 3 નવેમ્બરે જાહેર કરેલા તેમના આદેશ અંગે સ્પષ્ટતા માગી છે. નોંધનિય છે કે વકીલ અને પોલીસ વચ્ચે તીસહઝારી કોર્ટમાં શનિવારે થયેલા વિવાદ બાદ હાઈકોર્ટના વકીલોએ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવાના આદેશ જાહેર કર્યા હતા. જેના પર ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા માગી છે.
- જવાનોના પ્રદર્શન બાદ આજે વકીલોના ધરણાં
- રોહિણી કોર્ટની બહાર વકીલોના પ્રદર્શન
- મીડિયાએ વકીલોને માર મારતો વીડિયો ન દેખાડ્યોઃ પ્રદર્શનકારી
- વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર સાથે વકીલોના દેખાવો
- દિલ્હીની તમામ જિલ્લા અદાલતમાં વકીલોની હડતાળ
- હાઈકોર્ટના આદેશ અંગે ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા માગી
આણંદમાં પણ થઈ રહ્યો છે વિરોધ
તો આ તરફ આણંદ જિલ્લા બાર એસોસિએશન દ્વારા દિલ્હી તીસ હજારી કોર્ટમાં થયેલી ઘટનાને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જિલ્લા ન્યાયાલાય ના મુખ્ય દ્વાર પાસે લાલ પટ્ટી લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયો અને દમનકારી પોલીસના કૃત્યો સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી આ પ્રસંગે આણંદ બાર એસોસિએશનના તમામ વકીલો ઉપસ્થિત રહ્યા હતા
સુરતમાં વિરોધમાં વકીલો લાલપટ્ટીથી કર્યો વિરોધ
સુરત ડિસ્ટ્રીકટ કોર્ટમાં આજે તમામ વકીલો કાળા કોર્ડ પર લાલપટ્ટી ધારણ કરી આવ્યા હતા. દિલ્હી ખાતે તીસ હજારી કોર્ટમાં પોલીસ અને વકીલો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ દેશ ભરમાં સર્જાયેલી સ્થિતિની અસર સુરતમાં પણ જોવા મળી છે. સુરત બાર કાઉન્સિલ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા ના સભ્યો સહીત તમામ વકીલો આજે દિલ્હીના વકીલોના સમર્થનમાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હીની તીસહજારી કોર્ટમાં વકીલો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ગોળીબાર પણ કરાયો હતો જેમાં એક વકીલને ગોળી વાગી હતી.