Delhi Election Result : “દિલ્હી વિજયનો ગુજરાતમાં ઉલ્લાસ” – CM ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ પાઠવી શુભેચ્છા
CM ભૂપેન્દ્ર પટેલે દિલ્હી વિજય પર કાર્યકરોને અભિનંદન પાઠવ્યા, કહ્યું – “દિલ્હીના લોકોના વિશ્વાસ અને વિકાસના સંકલ્પનું પ્રતિક છે આ વિજય “
હર્ષ સંઘવીએ જણાવ્યું – “દિલ્હીવાસીઓએ ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને દેશવાસીઓનું દિલ જીતી લીધું છે “
અમદાવાદ, શનિવાર
Delhi Election Result : દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે એક મોટો આંચકો સાબિત થયો છે, જ્યારે ભાજપે શાનદાર વિજય મેળવ્યો. દિલ્હીમાં ભાજપની જીતને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી જનતાનો આભાર માનતા કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને અભિનંદન પાઠવ્યા
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મિડીયા પર પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા, જ્યાં તેમણે દિલ્હીમાં ભાજપના કાર્યકરો અને ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે આ વિજય સરકારની વિકાસની યોજનાઓ અને વડાપ્રધાનના નેતૃત્વમાં લોકોના વિશ્વાસનું પરિચય છે. તેમણે ઉમેર્યું કે, “આગામી સમયમાં, દિલ્હીમાં વિકાસ અને જનકલ્યાણ નવી વ્યાખ્યા માટે આગળ વધશે.”
दिल्ली विधानसभा चुनाव में ऐतिहासिक जीत प्राप्त करने पर भारतीय जनता पार्टी के सभी उम्मीदवार और उर्जावान कार्यकर्ताओं को हार्दिक बधाई एवं शुभकामनाएं।
यह यशस्वी विजय आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के कुशल नेतृत्व में देश में हुए सर्वांगीण विकास, कल्याणकारी योजनाओं,…
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 8, 2025
હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક કાર્યક્રમ દરમિયાન ટિપ્પણી કરી અને જણાવ્યું કે, “દિલ્હીવાસીઓએ દેશવાસીઓનું દિલ જીતી લીધું છે.” તેમણે જણાવતા ઉમેર્યું કે, “દિલ્હીવાસીઓએ ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.”
પત્રકાર પરિષદમાં વિશેષ ટિપ્પણી
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ, ગુજરાતના કાર્યાલય કમલમ્ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં ભાજપના મોખરાના નેતાઓ જેમ કે રજની પટેલ અને ઋષિકેશ પટેલે વાત કરી. રજની પટેલે જણાવ્યું કે, “દિલ્હીમાં નકારાત્મક રાજનીતિનો અંત આવ્યો છે અને હવે નવી શક્તિ સાથે વિકાસ તરફ દોરી રહ્યું છે.”