ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે. કોલ મળતાની સાથે જંબુસર 108 એમ્બ્યુલન્સ રૂનાડ ગામે પહોંચતાં હેતલબેન ના સંબધીઓ જણાવ્યું કે હેતલબેન બેન થી ચાલી શકાય તેવિ પરિસ્થિતિ નથી તયારે 108 ના નીતિન પરમાર અને પાઇલોટ સુહેલ ભાઈ દ્વારા એમ્બ્યુલન્સમાં લઈને તેમને દુખાવો વધારે હોવાથી હોસ્પિટલ તરફ જઇ રહયા હતાં, તયારે રસ્તા મા જ ઈ.એમ.ટી. નીતિન પરમાર ને ડીલીવરી નાં લક્ષણો જણાતા પાયલોટ સુહેલભાઈ ને એમ્બ્યુલન્સ રસ્તા ની બાજુ રાખવાનું જણાવ્યું તયારે ઇ.એમ.ટી નીતિન પરમાર અને પાયલોટ ભાઈ બન્ને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂરિયાત સર્જાઇ હતી. સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમા જ કરાવવામાં આવી. અમદાવાદ 108 આોફિસમાં બેઠેલા ડોક્ટર ની સલાહ લઇને સફળ ડિલિવરી કરાવેલ હેતલબેન નાં બાળકનો જન્મ થયો. હેતલબેન ની અને બાળકને વધુ સારવાર માટે શ્રીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.