ઢબુડીના નામે ધતીંગ કરતા ધનજી ઓડના આગોતરા જામીન અંગે શનિવારે ચુકાદો આવે તેવી શક્યાતાઓ છે. ગાંધીનગર સેસન્સ કોર્ટ ધનજી ઓડના આગોતરા જામીન અંગે ચુકાદો આપશે. ધનજી ઓડ વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકે અરજી નોંધાઈ હતી. ઢડાના ભીખાભાઈએ કેન્સરગ્રસ્ત દીકરાનું મોત થયાની ફરિયાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
11 માર્ચ, 2016ના રોજ કેન્સરથી તેમના દીકરાનું મોત થયું હતું. ઢબુડી માતાએ દાવો કર્યો હતો કે, દવા બંધ કરી દો, તેના આશીર્વાદથી કેન્સર મટી જશે.મૃત્યુના 3 વર્ષ બાદ ફરિયાદ નોંધાઇ છે. પેથાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાયા બાદ ધનજી ઓડ ભૂગર્ભમાં ઉતરી ગયો.પોલીસ ધતીંગ કરતા ધનજી ઓડની શોધખોળ કરી રહી છે.