રાજ્યમાં ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની જમાવટ જોવા મળી રહી છે. ઉત્તરગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઇ નદીઓ જળાશયો પાણીથી છલકાઇ ઉઠ્યા છે મેઘરાજાએ ઉત્તરગુજરાતમાં રોદ્રા સ્વરૂપ દેખાડતા લોકોના ઘરો, ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે , સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા , મેઘરજ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ઘરમોળી નાંખ્યા છે. ભારે વરસાદથી જનજીવન ખોરવાઇ ચુક્યો છે.
હવામાન વિભાગે 22 ઓગસ્ટથી ફરી રાજ્યમાં વરસાદી માહોલની આગાહી કરી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા અરબી સમુદ્ર લો પ્રેશરથી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે,ઉત્તર,મધ્ય ગુજરાતના 22થી 23 ઓગસ્ટે માછીમારોને દરિયા ન ખેડવા સૂચનો કર્યા છે તેમજ અમદાવાદમાં પણ મઘ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે
વડોદરાના ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતા નદી ગાંડીતૂર બની છે અને પૂરના કારણે નદીનું પાણી શહેરમાં ઘુસી ચૂક્યો છે ડંગીવાડાના મુખ્ય માર્ગ પર 1.5 ફૂટ જેટલા પાણી ભરાઇ ચૂક્યા છે જેને લઇ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઢાંઢર નદી ઓવરફ્લો થતા નદીના પાણી મુખ્યમાર્ગ પર ફરી વળ્યા છે જો હજુ નદીનું સ્તરે વધે તો 7 ગામો સંપર્કવિહોણા થવાનું ભય સતાવી રહ્યો છે પુરના પગલે નદીના કિનારાના ગામાના લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથધરી છે