નોટબંધી અને જીએસટીના બગડી ગયેલા માહોલ વચ્ચે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ધનતેરસ શુભ દિન હોવાથી લોકો નવી વસ્તુઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. આજના મુર્હુતો મોટા ભાગે સારા હોવાથી લોકોમાં ખરીદી કરવાનો મૂળ બન્યો છે. જેથી ગાડીઓના શો રૂમ કપડાં અને અવનવી વસ્તુઓની ખરીદી કરવા બજારમાં લોકોની ભીડ જામી છે. રાજ્યમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રોશની જોવામળી રા રહી છે. દીવડાથી ગામડાની ગલીઓ અને શહેરોના મહેલો ઝગમગી રહ્યા છે.
ઉલ્લેલખનીય છે કે છેલ્લા થોડા સમયથી નોટબંધી અને જીએસટીથી દેશ ભરમાં મોટા વેપારોઓથી લઈને માધ્યમ વર્ગના લોકોમાં રોષ ફેલાયેલો હતો। જે દિવાળીના ઉત્સાહ અને ઉમંગને કારણે ઓસરતો જોવા મળી રહ્યો છે. જે આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અસરકારક સાબિત થશે તેમ તેવું જણાઈ રહ્યું છે. લોકોની આનંદની લાગણી અને ઉત્સાહથી બજારની વર્તમાન પરિસ્થિતિને સારી દિશા અને દશા જોવા મળે તેવું લાગી રહ્યું છે .