Dharampur: તા.16/06/2024 ના દીને ધરમપુર ના મોટીઢોલડુંગરી ગામના વડીલો દ્વારા પીપરોળ ખાતે વરસાદી દેવ (અભિનાથ મહાદેવ) ની પૂજા કરવામા આવી અને આદિવાસી સમાજ ની વર્ષો જૂની વડીલો દ્વારા સાચવી રાખેલ (પરંપરા) વારસો ને આજે પણ ગામના વડીલો સાથે જાળવી રાખેલ છે
ગામના વડીલો(ખેડૂતો) દ્વારા સારો વરસાદ આવે,ખેતીનો પાક સારો થાય ગામમાં સુખ શાંતિ રહે માટે ની પ્રાર્થના કરવામાં આવે છે અને આવતા રવિવારે ગામમાં ગામદેવી ખાતે ગામના વડીલો દ્વારા આખું ગામ ભેગું થઈ ને હવન કરવામાં આવ છે.
નોંધ:આ કોઈ અંધશ્રદ્ધા નથી વડીલો અને આદિવાસી સમાજ દ્વારા જાળવી રાખેલ વર્ષો જૂની પરંપરા છે અને આજે પણ એ પરંપરા ને જીવંત રાખવાનો પ્રયાસ સૌ ભેગા મળી ને કરી રહ્યા છીએ