સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવાર એવા ધીરુભાઈ ગજેરા હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતી લક્ષ્મી ડાયમંડના ભાઈઓમાં સૌથી મોટા ભાઈ છે. પરંતુ તેમને આજે રજુ કરેલી એફિડેવિટમાં પોતાને અને પત્નીને નિવૃત દર્શાવ્યા હતા તેમને ગત વર્ષ માટે ભરેલા ઈન્ક્મ ટેક્સ રિટર્નમાં વાર્ષિક આવક 10,736 બતાવી છે. તેમની પત્નીની વાર્ષિક આવક રૂ. 4.62 લાખ દર્શાવી છે.સુરતના ધીરુભાઈ ગજેરાની વાર્ષિક આવક માંડ 10 હજાર રૂપિયા। ..કેમ પૂરું કરતા હશે વિચારો
ચોર્યાસીના બંને ઉમેદવારો કરોડપતિ
સીટિંગ એમ.એલ.એ. ઝંખનાબેન પટેલને વારસામાં મળેલી મિલકટોનું મૂલ્ય પોણા બે વર્ષના સમયગાળામાં જ ડબલ થઇ ગયું છે। 2016માં પેટા ચૂંટણી વખતે મિલ્કતોનું કુલ મૂલ્ય રૂ.5.98 કરોડ હતું જે આ વખતે 11.83 કરોડ જેટલું દર્શાવ્યુ છે. તો કૉંગેસના ઉમેદવાર યોગેશ પટેલ અને તેમના પત્ની કુલ 3 કરોડ રૂપિયાની અસ્કાયામતો ધરાવે છે
હર્ષ સંઘવીની મિલકાટો ચાર ગણી વધી
મજુરાના ભાજપના સીટિંગ ધારાસભ્ય હર્ષ સંઘવી અને તેમના પત્નીની અસ્કયામતો પાંચ વર્ષમાં ચાર ગણી વધી ગાઈ છે. અગાઉ તમામ પ્રકારની અસ્કયામતો કુલ રકમ રૂ.18.79 લાખ દર્શાવતી હતી. અને તેમના પત્નીની અસ્ક્યામતો રૂ. 9.19 લાખ દર્શાવતી હતી. આ વખતે રૂ.75 લાખ દર્શાવી હતી.. પત્નીની કુલ અસ્ક્યામતો પણ ચાર ગણી જેટ્લીક વધીને કુલ વેલ્યુ રૂ. 35 લાખ જેટલી થઈ હોવાનું તેમને એફિડેવિટમાં જણાવ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર અશોક કોઠારી રાજસ્થાનમાં 15 વીઘા જમીન ધરાવે છે. અને તેના પર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેવો ઉલ્લેખ કર્યો છે.
રાણા પાસે 81 ફિક્સ ડિપોઝીટ
સુરત પૂર્વના ભાજપ ઉમેદવાર અરવિંદ રાણા પાસે 81 ફિક્સ ડિપોઝીટ જેની કુલ રકમ 17.98 લાખ થાય છે. તો તેમની પત્ની પાસે પણ 106 એફ. ડી. છે જે કુલ 14.67 થાય છે.
ભાવેશ રબારી સૌથી ભણેલા
સુરતની તમામ 10 બેઠકોના તમામ ઉમેદવારોમાં જો સૌથી વધુ શૈક્ષણિક ડિગ્રી કોંગ્રેસના ભાવેશ રબારી પાસે છે. ભાવેશ રબારી સામે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરનાર પ્રવીણ ઘોઘારીએ કુલ રૂ. સાડા ચાર કરોડની જમીનોનો ઉલ્લેખ તેમણે એફીડેવીડ કર્યો છે.