district central bank: ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: 5 યોજનાઓની સહાય હવે જિલ્લા બેન્કોમાં થશે જમા
વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે
સહકારથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો
અમદાવાદ, શુક્રવાર
district central bank: ગુજરાતમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરાયો છે. વિભાગની 5 યોજનાની સહાય હવેથી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે. સહકારથી સમૃદ્ધિ પહેલ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જ જમા થતી હતી. પરંતુ હવે જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાં જમા થશે
કૃષિ અને સહકાર વિભાગની એ 5 યોજનાઓ વિશે વાત કરીએ તો વરહ કિસાન કલ્પવૃક્ષ યોજના, પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના, ખેડૂત સહાય કેન્દ્ર યોજના, કૃષિ મોલ બાંધકામ સહાય યોજના અને પરિવહન ખર્ચ સહાય અંગેની યોજનાનો સમાવેશ થાય છે.