અમદાવાદ:- દિવાળીના દિવસોની શરૂઆત થઇ ગઈ છે. નોટબંધી અને જીએસટી વચ્ચે પણ પ્રજા ધૂમ ખરીદી કરી રહી છે.રાજ્યના શહેરોની બજારમાં તથા સામાન્ય લારીઓમાં ભીડ દેખાઈ રહી છે. ફટાકડા બજારથી લઈને કાપડ બજારમાં ભીડ ઉમટી રહી છે પ્રકાશના પર્વ દિવાળીને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
મહત્વની વાત એ છે કે મોટા મોલ ખાલી જોવામળી રહ્યા છે જોકે વધારે પડતી ભીડે મોલમાં જ જોવા મળતી હોઈ છે પણ વર્તમાન સમયમાં લઘુઉદ્યોગોને પ્રાધાન્ય મળી રહ્યું છે. અમદાવાદમાં ભદ્રા બજારમાં નાના વેપારીઓ ધૂમ કમાણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઉલ્લેખનીય કે સોસીયલ મીડિયામાં ચાઇનીસ ફટાકડા, અને વિદેશી વસ્તુઓના બહિષ્કાર કરવાના મેસેજો થઇ રહ્યા છે. લોકોની બદલાયેલી માનસિકતા અને ગૃહ ઉધ્યોને પ્રાધાન્ય આપવાની વિચારધારાની સામે આવી રહી છે.