High Court: કૂતરો કરડવાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો: સુરત પોલીસની કાર્યવાહી પર ASIને HCની નોટિસ
- બાળકના માતા-પિતાએ હાઈકોર્ટમાં ખોટી FIR રદ કરવાની અરજી કરી
- જામીન મળવા છતાં, પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
- હાઈકોર્ટે ચાર્જશીટ પર સ્ટે મૂક્યો, ASI યોગેશ બાલુભાઈને નોટિસ પાઠવી
સુરત, બુધવાર
High Court: સુરતના અલથાણ વિસ્તારમાં દોઢ મહિના પહેલા કૂતરાના કરડવાના મામલે શરૂ થયેલો વિવાદ હજી શમ્યો નથી અને હવે આ કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. વાત એવું છે કે એક સોસાયટીમાં 2 ઓક્ટોબરે, પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા સમયે પાડોશીના પાલતુ કૂતરાએ બાળક પર હુમલો કર્યો, જેના પરિણામે બાળકના પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે બાળકના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, પરંતુ બાદમાં કૂતરાના માલિકે પણ પરિવાર સામે વળતી ફરિયાદ કરી.
સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા દિનેશભાઈ, એક બેંક કર્મચારી, 2 ઓક્ટોબરે પોતાના પુત્ર આવીક જોષી સાથે સોસાયટીની લિફ્ટમાં હતા. લિફ્ટમાંથી બહાર નીકળતા જ, અચાનક પાડોશીના પાલતુ કૂતરાએ તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. જેના કારણે બાળકને ગંભીર ઈજાઓ પહોંચી. આ અંગે બાળકની માતા, ખુશ્બુ શર્માએ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, અને વેસુ પોલીસે કૂતરાના માલિકો, આશિષ દુબે અને પ્રશાંત ત્રિપાઠી વિરુદ્ધ ગુનો નોંધ્યો.
વિવાદની શરૂઆત:
લિફ્ટમાંથી બહાર નીકળતી વખતે કૂતરાએ અચાનક જ બાળકના પગે બચકું ભર્યું, જેને લીધે તેને ગંભીર ઈજાઓ થઈ. બાળકના માતા-પિતાએ કૂતરાના માલિકો પર ગંભીર આક્ષેપ કર્યો કે તેઓએ ગેરવર્તન કર્યું હતું. બીજા પક્ષે કૂતરાના માલિકોએ તેમના પર ઘરમાં ઘૂસી બોલાચાલી અને મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી.
હાઈકોર્ટ સુધી વિવાદ:
બાળકના માતા-પિતાએ હાઈકોર્ટમાં ખોટી FIR રદ કરવા માટે અરજી કરી છે. તેઓએ જણાવ્યું કે, કે કેસમાં તમામ જામીનપાત્ર કલમો હોવા છતાં, પોલીસ સ્ટેશનમાં જામીન મળવા છતાં, પોલીસ દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટે ચાર્જશીટ પર સ્ટે મૂકતા, ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલા અવમાનનાની અરજીમાં, ASI યોગેશ બાલુભાઈને જામીન નામંજૂર કરવાનો હુકમ આપતા, હાઈકોર્ટે તેમને નોટિસ પાઠવી અને કોર્ટ સમક્ષ હાજર થવા માટે નિર્દેશ આપ્યો છે.
પોલીસ પર ગેરવર્તનના આક્ષેપ:
માતા-પિતાનું કહેવું છે કે પોલીસ કર્મચારી તેમના ઘરે જઇ બાળકોને ધમકાવી ગયો અને પીડિત માતાને રાત્રે 11 વાગે સ્ટેશનમાં બોલાવી નોટિસ આપી. પરિવારના મતે, આ પોલીસની એકતરફી કાર્યવાહિ છે, જેનાથી તેઓ પરેશાન અને ડરેલા છે.આ સમગ્ર પ્રકરણમાં હાઈકોર્ટએ હવે પોલીસની કાર્યવાહિ પર પ્રશ્ન ઉઠાવતાં સંબંધિત અધિકારીને હાજર થવાનો આદેશ આપ્યો છે.