રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનના વાંકાનેર, અમરસર અને સિંધાવદર સ્ટેશનો પર ડબલ ટ્રેક ઓપરેશન માટે બ્લોક લેવામાં આવશે, જે 11 જૂન, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર કરશે. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 10મી જૂન 2022 સુધી રદ કરવામાં આવી છે, જ્યારે ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 11મી જૂન 2022 સુધી રદ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ સુધી 9 જૂન 2022 સુધી ચાલશે. અમદાવાદ-હાપા ટ્રેન આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 10 જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન હાપા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગરથી સુરેન્દ્રનગર 9 જૂન 2022 સુધી ચાલશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 10 જૂન 2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી દોડશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે..
ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સુરેન્દ્રનગર વચ્ચે 10 જૂન 2022 સુધી ચાલશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 જૂન 2022 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ વચ્ચે દોડશે. આમ, આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 22969 ઓખા – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસને 2જી જૂન 2022 માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી તેના નિર્ધારિત સમયને બદલે 14.05 કલાકે 2 કલાક એટલે કે 16.05 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 22938 રેવા-રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ 1 કલાક 15 મિનિટ અને ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 1 કલાક મોડી છે, ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ 20 મિનિટ મોડી છે. ટ્રેન નંબર 15045 GKP – ઓખા એક્સપ્રેસ 20 મિનિટ મોડી પડશે.