Dr. S. Jaishankar visit Narmada: વિદેશમંત્રીનું વિશેષ પ્રવાસન: નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ઝાંખી
Dr. S. Jaishankar visit Narmada: નર્મદા જિલ્લામાં કેન્દ્રીય વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર 14 અને 15 એપ્રિલે બે દિવસીય પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ MPLADS યોજના અંતર્ગત અપનાવેલા પાંચ ગામોમાં વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ તથા ખાતમુહૂર્ત કરશે.
પ્રથમ દિવસે જયશંકરજી એકતાનગરમાં આગમન બાદ તિલકવાડાના વ્યાધર ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોઈને વિકાસ કામગીરીની સમીક્ષા કરશે. આમદલા ગામે સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ ક્લાસ રૂમની મુલાકાત પણ કરશે.
આ પછી જેટપુર ગામે યોજાનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે. સાથે સાથે ગરુડેશ્વરની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે EMT એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી મળશે. બાદમાં એકતાનગરમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે.
સાંજના સમયે અગર ગામની મુલાકાત લઈને, દેડિયાપાડાના સામોટ અને સાગબારાના ભાદોડ ગામના વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં પણ જોડાશે.
અગાઉના દિવસે, રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના જિમ્નેશિયમ હોલ અને ખેલ સાધનોનું લોકાર્પણ થશે. ત્યારબાદ લાછરસ ગામે સ્માર્ટ શૈક્ષણિક વ્યવસ્થાઓનો પણ ઉદ્દઘાટન કરીને પ્રવાસ પૂર્ણ કરશે.