Dragon Fruit Farming: પરંપરાગત ખેતી છોડીને નવી દિશામાં પગલાં
Dragon Fruit Farming: ભાવનગર જિલ્લાના કોદીયા ગામના દાનુભાઈ રાણાભાઈ સોલંકીએ માત્ર ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, પરંતુ ખેતીમાં નવીનતા લાવવાના જુસ્સાથી તેમણે એવું સિદ્ધ કર્યું છે કે આજે અનેક ખેડૂતો માટે પ્રેરણા બની ગયા છે. દાનુભાઈએ સામાન્ય ખેતી છોડીને બાગાયતી પાક તરીકે ડ્રેગન ફ્રૂટ અને મોસંબીના મિશ્ર વાવેતરને અપનાવ્યું છે.
મહારાષ્ટ્રની પાવલી જાતની મોસંબીનો સફળ પ્રયોગ
મોસંબી જે સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં થાય છે, તેનું સફળ ઉત્પાદન હવે દાનુભાઈએ ગુજરાતમાં કર્યું છે. તેઓએ 80 રોપા રૂ.70ના દરે ખરીદીને વાવેતર કર્યું હતું. આ પાવલી જાતની મોસંબી માટે અમલા પાસેની નર્સરીમાંથી રોપા લાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, મોસંબીની ખાસ સમાળ કરવા પડતી નથી, ફક્ત નિયમિત ખાતર અને દવાઓનો ઉપયોગ સાથે કરવામાં આવે છે.
ત્રીજા વર્ષથી ઉત્પાદન શરૂ, ચોથા વર્ષે ઉન્નત પરિણામ
આ મોસંબીના છોડ ત્રીજા વર્ષથી ઉત્પાદન આપવાનું શરૂ કરે છે અને ચોથા વર્ષથી સંપૂર્ણ ક્ષમતા સાથે ફળ આપે છે. દાનુભાઈ કહે છે કે ગયા વર્ષે તેઓને લગભગ ₹50,000થી વધુનું ઉત્પાદન મળ્યું હતું અને આ વર્ષે વધુ સારી આવકની આશા છે કારણ કે ફળ વધુ પ્રમાણમાં છે અને માર્કેટમાં કિંમત પણ સારી મળી રહી છે.
ભાવનગર અને તળાજા માર્કેટમાં મળે છે 25-30 રૂપિયાનો ભાવ
તેમના દ્વારા ઊપજાવવામાં આવેલી મોસંબીનું વેચાણ સ્થાનિક બજાર જેવી કે ભાવનગર અને તળાજામાં થાય છે. ત્યાં તેમને મોસંબી માટે ₹25થી ₹30 પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે. આ દરે વેચાણ કરીને દાનુભાઈએ ખેતીમાંથી લાખોની આવક મેળવી છે.
નવી ખેતીની નવી દિશા
દાનુભાઈએ જે અભ્યાસ વગરની સમજદારી અને પરખ બતાવી છે, તે જોઇને એ સ્પષ્ટ થાય છે કે જો ખેડૂતની નીતિ, સમય અને જ્ઞાન યોગ્ય હોય, તો શૈક્ષણિક પછાતપણું પણ સફળતાની સાથે ટકરાઈ શકતું નથી. આજના સમયમાં ઉન્નત ખેતી માટે આ મોડેલ નાનાં ખેડુતો માટે આશાનું કિરણ બની શકે છે.