Driving License Date of Birth Correction Online : હવે ડ્રાઈવિંગ લાઈસન્સમાં જન્મતારીખ સુધારવા RTO જવાની જરૂર નહીં, ઓનલાઇન કરો સુધારો અને લાઈસન્સ ઘરે મેળવવું શક્ય
Driving License Date of Birth Correction Online : વડોદરા સહિત ગુજરાતમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં મોટાભાગની સેવાઓ ફેસલેસ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ (DL) માં જન્મતારીખ સુધારવા અરજદારોને RTO કચેરીમાં હાજર થવું પડતું હતું, પરંતુ હવે 14 સ્ટેપની સરળ ઓનલાઈન પ્રોસેસ દ્વારા જાતે જ સુધારો કરી શકાશે.
જન્મતારીખ સુધારવા માટે શું કરવું પડશે?
200 રૂપિયા ફી ચૂકવી ઓનલાઇન અરજી કરવી પડશે.
14 સ્ટેપની પ્રોસેસ પૂર્ણ કર્યા પછી સુધારેલું લાઈસન્સ ડિલિવરી દ્વારા ઘરે પહોંચી જશે.
RTO કચેરી જવાની જરૂર નહીં
ગુજરાતમાં CMVR રૂલ 4 (સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ) અંતર્ગત ડ્રાઈવિંગ લાઈસન્સમાં જન્મતારીખ સુધારવાની સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે. હવે અરજદારોને RTOમાં ધક્કા ખાવાની જરૂર નહીં, ફક્ત જરૂરી આધારભૂત દસ્તાવેજ અપલોડ કરી ઘરે બેઠા સુધારો કરી શકશે.
આ દસ્તાવેજોની જરૂર પડશે
પાસપોર્ટ
સ્કૂલ સર્ટિફિકેટ
જન્મ પ્રમાણપત્ર
જન્મ સમયે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર
ઓનલાઈન પ્રોસેસના ફાયદા
RTO જવાની જરૂર નહીં – સંપૂર્ણ ફેસલેસ પ્રોસેસ.
ઝડપી અને સરળ સેવા – માત્ર 14 સ્ટેપમાં કામ પૂરુ થઈ જશે.
લાઈસન્સ ઘરે પહોંચશે – ઓનલાઇન સુધારાની પ્રિન્ટ કાઢી શકાશે, તેમજ સ્માર્ટ કાર્ડ લાઈસન્સ ડિલિવરી દ્વારા ઘરે આવશે.
સરકારી રેકોર્ડમાં સુધારો થશે – ડોક્યુમેન્ટ વેરિફિકેશનને કારણે ભવિષ્યમાં કોઈ સમસ્યા નહીં આવે.
આ નવી ફેસલેસ સુવિધાથી લાખો અરજદારોને રાહત મળશે, અને ઓનલાઇન પ્રોસેસને કારણે સમય અને મહેનત બંને બચી શકશે.