Drone Pilot Course: ITI અમરેલીમાં નવી શરૂઆત, ટેકનિકલ શિક્ષણ દ્વારા યુવાનો માટે નવો અવસર
Drone Pilot Course: અમરેલીમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI) હવે યુવાનોને ટેકનિકલ વિકાસ તરફ દોરી જવાનું બીજુ મજબૂત પગથિયુ બનાવશે. કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત અહીં DGCA પ્રમાણિત Drone Pilot Course શરૂ થવાનો છે, જે ખેડૂતના સંતાનો અને ટેકનોલોજી શીખવા ઉત્સુક યુવાનો માટે નવું અવસર છે.
10 દિવસનો અભ્યાસક્રમ, 10 પાસ ઉમેદવારો માટે ખૂલ્લો દરવાજો
આ કોર્સમાં પ્રવેશ લેવા માટે ઉમેદવારનું 10મું ધોરણ પાસ હોવું જરૂરી છે. વયમર્યાદા 18 થી 65 વર્ષ છે. અભ્યાસક્રમની અવધિ કુલ 10 દિવસ ની છે. સામાન્ય ઉમેદવારો માટે ફી ₹15,450 નક્કી કરવામાં આવી છે.
ખેડૂતના સંતાનોને વિશેષ રાહત, ફક્ત ₹1,450 ફી
જે ઉમેદવારો ખેડૂત પરિવારમાંથી આવે છે અથવા અગાઉ ITI દ્વારા આપવામાં આવતો “Drone Manufacturing and Assembly” શોર્ટ ટર્મ કોર્સ પૂરો કર્યો હોય, તેઓ માટે માત્ર ₹1,450 ફી વસૂલ કરવામાં આવશે. આ સબસિડી એમ.બી.કે.વી.વાય. યોજના હેઠળ આપવામાં આવે છે.
આત્મનિર્ભરતા તરફ મોટું પગથિયુ
આ કોર્સ ન માત્ર એક પ્રમાણિત તાલીમ આપે છે, પણ યુવાનોને રોજગારી અને આત્મનિર્ભર બનવા માટે પણ માર્ગદર્શન આપે છે. ખેતી, સંશોધન, સુરક્ષા અને ઇન્સ્પેક્શન જેવા ક્ષેત્રોમાં Drone Pilot Course પૂર્ણ કર્યા પછી અનેક નવા વ્યવસાયિક વિકલ્પો ઉપલબ્ધ થાય છે.
વધુ માહિતી માટે સીધો સંપર્ક, વૈશ્વિક સ્તરની તાલીમ મેળવો
આ કોર્સની વિગતો જાણવા ઇચ્છુક ઉમેદવારોને અમરેલી ITIમાં સીધો સંપર્ક કરવાનો અનુરોધ છે. સંસ્થાના આચાર્યએ જણાવ્યું હતું કે, “આ અભ્યાસક્રમ સ્થાનિક યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ પૂરું પાડી શકે છે, જે તેમને ટેકનિકલ ક્ષેત્રે ઊંચી ઉડાન આપશે.”